________________
४७७
પીછેહઠ કરવામાં શરીરને સ્વતંત્રતા હોતી નથી અનંત ગગનમાં સ્થિત વાદળાંને કઈ દિશામાં જવું, ક્યાં કેટલો સમય સ્થિત રહેવું, ક્યાં વરસી પડવું અને રણ જેવા વિસ્તાર ઉપરથી પસાર થવા છતાં જ્યાં કણ કણ પાણી માટે તરસતો હોય છતાં થોભ્યા વિના, વરસ્યા વિના, આંખો બંધ કરીને આગળ દોડી જવું કે અટકી જવું, તેમાં પોતાને સ્વતંત્રતા હોતી નથી. વાદળ તો
જ્યાં પવન ઘસડી જાય, ખેંચી જાય ત્યાં પરવશ થઈને ચાલ્યું જાય છે. પવન થોભી જતાં વાદળ થોભી અને ઘટાદાર જંગલોમાં છાયો હોવા છતાં છાયો કરે છે. સતત લીલા જંગલોમાં પાણીની અછત નથી છતાં વરસી અને તૂટી પડે છે, પવન વંટોળીઆનું સ્વરૂપ લે તો વાદળો ગરબે ઘૂમે છે, અદ્ધર ચઢે છે. અને વંટોળીઓ શાંત થતાં તે સ્થિર થાય છે. ટૂંકમાં, વાદળને જેમ પોતાની દિશા નક્કી કરવા માટે સ્વતંત્રતા નથી તેવું જ શરીરરૂપી વાદળને માટે પણ કહેવાય છે. પ્રારબ્ધરૂપી પવન શરીરરૂપી વાદળાને સંપત્તિની દિશામાં લઈ જાય, રંગરાગ કે ભોગની સરિતામાં સ્નાન કરાવે, તો તેમાં તે ગળાડૂબ રહે છે અને પ્રારબ્ધરૂપી પવન જો દેહને વિપત્તિ કે આપત્તિમાં બળજબરીથી ધકેલી દે તો શરીર કોઈ પણ પ્રતિક્રિયા કર્યા વિના સર્વ કાંઈ સહન કરે છે અને પોતાની લાચારી સમજી પ્રચંડ પ્રારબ્ધની સામે થયા વિના સર્વ કંઈ કર્મનું ફળ માની સ્વીકારે છે. આમ, દેહને ક્યારે ક્યાં જવું, પ્રતિકૂળ કે અનુકૂળ સંજોગોમાં કેટલું ટકી રહેવું અને જીવનસંઘર્ષમાં સુખદુઃખના સંજોગો સામે યુદ્ધે ચઢી ક્યારે સંગ્રામ સમાપ્ત કરવો, તે સર્વ કાંઈ અંતે તો પ્રારબ્ધને આધીન છે. માટે મુમુક્ષુએ સ્પષ્ટ સમજી લેવું કે પ્રારબ્ધકર્મ તો સંચિતકર્મરૂપી બાણના ભાથામાંથી છૂટી ચૂકેલું બાણ માત્ર છે. છૂટયા બાદ બાણ, સંપત્તિને નિશાન બનાવે છે કે વિપત્તિને, પરંતુ તેને નિશાન સુધી પહોંચતાં પૂર્વે વચ્ચે કોઈ અટકાવી શકે તેમ નથી. માટે જે કંઈ આપણા પ્રારબ્ધમાં લખાયેલું છે, જે કંઈ પ્રારબ્ધમાં પૂર્વનિશ્ચિત છે, જે સુખભોગ કે સંપત્તિ પ્રારબ્ધ આપણા માટે અર્થાત્ શરીર માટે નિર્માણ કરેલાં જ છે, તે કોઈ કાળે કોઈ અટકાવી શકે તેમ નથી, છીનવી શકે તેમ નથી કે પ્રારબ્ધની યોજનાનો કોઈ ઈન્કાર કરવા સમર્થ નથી. તે જ પ્રમાણે, જે કંઈ આપણા પ્રારબ્ધમાં લખ્યું નથી, જે સુખભોગને