________________
૪૭૬
તેને અવશ્ય ભોગવવું જ રહ્યું. ભોગવ્યા વિના પ્રારબ્ધકર્મનો ક્ષય થતો નથી અગર કરોડો ઉપાયોથી પણ પ્રારબ્ધકર્મને ફળ આપતાં કોઈ અટકાવી શકે નહીં.’’
“अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् । नाभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि ॥ પ્રારબ્ધકર્મનો આવો અપવાદ વગરનો, અફર, અચળ સિદ્ધાંત જે કોઈ કર્મની ગહનગતિ જાણના૨ને સમજાય છે તે કદી ભૂતકાળના વીતી ગયેલાં સુખદ સ્વપ્નોનું કે સુંવાળા રેશમી સાનુકૂળ સંજોગોનું સ્મરણ કરતો નથી કે ભવિષ્યમાં આવનારાં દુઃખદ પ્રસંગોની કે મૃત્યુની ભયાનકતાનો વિચાર કે ચિંતા પણ કરતો નથી. પરંતુ ભૂત અને ભવિષ્યથી મુક્ત થઈ, માત્ર વર્તમાનમાં જીવતો જાગતો રહી, પોતાના સ્વસ્વરૂપનું ચિંતન કર્યા કરે છે અને ધૈર્યવાન થઈ સમજે છે કે ‘હું શરીર નથી તો શરીર પૂર્વેનો ભૂતકાળ માર્ગે કેવો? અગર મૃત્યુ પછીનું પુનર્જન્મ જેવું ભવિષ્ય માટે ક્યાં? આમ, જો મને શરીરના પ્રાગભાવ કે પ્રÜસાભાવનો સ્પર્શ નથી, તો વર્તમાન શરીરના વીતેલા અતીતનું કે આગતનું મારે વળી ચિંતન કેવું? હું તો કાળાતીત છું માટે જન્મ મારો. છે, તેનું મૃત્યુ મારું છે, તેના પોષણની જવાબદારીનો ભાર મારે માથે છે, તેની આધિ, વ્યાધિ, ઉપાધિનો વહન કરનારો હું છું, તેવી ભ્રાંતિ કે અધ્યાસમાંથી તે મુક્ત થઈ જાય છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જેવા ચાર પુરુષાર્થોમાંથી ધર્મ અને મોક્ષ એ બે પુરુષાર્થને આધીન છે. જ્યારે અર્થ-ધન-સંપત્તિ અને તે દ્વારા શરીરના સુખભોગ કે પોષણ અર્થે ખરીદાયેલા ભોગ અગર કામ પ્રારબ્ધને આધીન છે. શરીરને કેવું રહેઠાણ આપવું, કેવાં વસ્ત્રો, આભૂષણ, અન્ન કે સુખાકા૨ી બક્ષવી, શરીરને સુખના સ્વર્ગમાં કે દુઃખના નરકમાં લઈ જવું તે સર્વ પ્રારબ્ધને આધીન છે. શરીર જાતે ન તો સુખ તરફ પ્રયાણ કરી શકે કે વૈભવ ત૨ફ દોડી શકે. દેહ પોતે ઉણપ કે અછતથી, અપ્રાપ્તિ કે અણગમાથી, શોક કે ભયથી પોતાની જાતે ન તો દૂર નાસી શકે કે ન તો તે સૌની નિવૃત્તિ કરી શકે. કારણ કે સુખદુ:ખ કે સંપત્તિ-વિપત્તિ તરફ જવામાં કે તેથી
ન