________________
• ૪૭પ
ચલાવવી કે ક્યારે યાત્રા વચ્ચે લથડિયું કે ઠોકર ખાતાં જીવનયાત્રા અટકાવવી, એશ-આરામ કે સમૃદ્ધિરૂપી સંપત્તિમાં આળોટવું કે દયાપાત્ર થઈ દુઃખના ખાટલે દર્દની પીડા સહન કરતાં પડ્યા રહેવું, લોકોની સ્તુતિ કે પ્રશંસા વચ્ચે પુષ્યોના હાર વચ્ચે લડાઈને સન્માનથી અલંકૃત થવું કે ગાળો કે અપશબ્દોના ભારથી દટાઈ જઈ, જોડાના મારથી તિરસ્કૃત થઈ ઘાયલ થવું, તે બધું જ અંતે પ્રારબ્ધ ઉપર નિર્ભર હોય છે. માટે જ આચાર્યશ્રીએ સ્પષ્ટ કર્યું છે કે શરીરના માનાપમાનની, તિરસ્કાર કે સન્માનની, પાલન કે પોષણની, ભૂત કે ભવિષ્યની ચિંતા છોડી દે. કારણ કે શરીર ન તો તારું છે કે ન તું શરીરનો માલિક છે. તું તો શરીરથી વિલક્ષણ શરીરનો સાક્ષી છે. તારે શરીરના ભોગ, રોગ, યોગ કે સંજોગ સાથે લેશ માત્ર સંબંધ નથી. તું દેહની આધિ, વ્યાધિ અને ઉપાધિથી અસંગ છે, તેવું વિચારી નિશ્ચિત થઈ શરીરના પોષણ માટેની ચિંતાથી મુક્ત થા. તારા સ્વાત્માનંદમાં મદમસ્ત થા, તારા ચિંતામુક્ત અલમસ્ત અનંતસ્વરૂપમાં સ્થિત થઈ શરીરસુખ માટે લોકોની લાચારી છોડી દે, પેટને પોષવા થતી ખુશામતની શહાદત વહોરી લે. કારણ કે “વ, પ્રારબ્ધ પોષે છે ખુશામત જહાં તણી શાને? “પ્રારબ્ધ પુષ્યતિ વધુ.”
વર્તમાન દેહ દ્વારા જે કર્મો થાય છે અને જેનું ફળ ભવિષ્યમાં મળવાનું છે અગર ફળ આવવાનું બાકી છે, તેવા કર્મોને આગામી કર્મ અથવા ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. આવા આગામીકર્મ અજ્ઞાનમાં કર્તાભાવે થાય છે. જ્યારે દેહાભિમાન દ્વારા જીવાત્માએ અનેક જન્મોનાં કરેલાં કર્મો કે જેનું ફળ પરિપક્વ થઈ ભોગવવાનું બાકી છે અને તેવા સૌ કર્મો જીવાત્માને નામે એકઠાં થઈ તેની સંપત્તિરૂપે જમા છે, તેવા જમા રહેલા કર્મોને સંચિત કર્મ કહેવામાં આવે છે. આવા આગામી અને સંચિતકર્મોનો નાશ આત્મજ્ઞાન દ્વારા શક્ય છે. પરંતુ પ્રારબ્ધકર્મથી કોઈ બચી શકે નહીં કારણ કે તે તો નવું શરીર લઈ ફળ ભોગવવાનું શરૂ કરી ચૂકેલું હોય છે અર્થાત્ પ્રારબ્ધ કર્મોનાં ફળનો ભોગ, જન્મ પછી શરૂ થઈ ચૂક્યો હોય તો તેવા ફળભોગને વચ્ચે કોઈ અટકાવી શકે નહીં. માટે જ કહ્યું છે કે પ્રારબ્ધ કર્મ તો યેન કેન પ્રકારેણ ભોગવવું જ પડે છે. પછી “પ્રારબ્ધનું ફળ શુભ હોય કે અશુભ; ઇષ્ટ હોય કે અનિષ્ટ;