________________
૪૭૪
દુઃખી થાય છે. શ૨ી૨નો જન્મ તો પ્રારબ્ધના લીધે થાય છે. અનેક જન્મોનાં સંચિત થયેલાં કર્મો કે જેનું ફળ ભોગવવાનું બાકી છે અને જે જીવાત્માના નામે જમા છે તે સંગ્રહિત થયેલાં અનેક જન્મોનાં કર્મોને સંચિત કહેવામાં આવે છે. આવા સંચિતકર્મોમાંથી જે કર્મો જેમ જેમ પરિપક્વ થતાં જાય તેમ તેમ તેવો પરિપક્વ થયેલો કર્મસમૂહ ફળ ભોગવવા માટે કોઈને કોઈ યોનિપ્રવેશ દ્વારા ગર્ભ ધારણ કરી શરીરને જન્મ આપે છે. કારણ કે નિરાકાર જીવાત્મા શ૨ી૨ વગ૨ કર્મનાં ફળ ભોગવી શકે નહીં. આમ, સંચિત કર્મોનાં સંગ્રહિત કર્મોમાંથી થોડાંક પરિપક્વ થયેલાં કર્મોને ભોગવવા માટે જીવાત્મા જ્યારે નવું શરીર ધારણ કરે છે ત્યારે તે શરીર જે કર્મસમૂહને લીધે જન્મે છે તે કર્મસમૂહને પ્રારબ્ધકર્મ કહેવામાં આવે છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે શરીરનો જન્મ પ્રારબ્ધકર્મને લીધે છે અને જન્મ થયા પછી કર્મના ફળ ભોગવવા માટે શરીરને સારું રાખવું, તેનું પોષણ કરવું અને તેવા શ૨ી૨રૂપી સાધન પાસે સારાંનરસાં કર્મનાં ફળ ભોગવાવવાં, તે સર્વ જવાબદારી પ્રારબ્ધની જ છે. કોઈ વિશેષ પ્રયત્ન કરે કે ન કરે પરંતુ શરીરને પ્રારબ્ધકર્મનાં ફળ મુજબ સુખદુઃખ મળ્યા જ કરે છે. આમ, શરીર કે વપુના પોષણની, તેનાં વસ્ત્રો કે રહેઠાણની જવાબદારી અગર તેના ભોગો માટેની પૂર્વ તૈયા૨ી, વગેરે બધું જ પ્રારબ્ધ મુજબ આપોઆપ થયાં કરે છે. પ્રારબ્ધકર્મનો સમૂહ કે જે જીવાત્મા સંચિતના સંગ્રહમાંથી ઉપાડીને લાવ્યો છે, તે સૌ પ્રારબ્ધકર્મનાં ફળ વટાવતાં કે ભોગવતાં જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે તે જ ક્ષણે પ્રારબ્ધકર્મનો નાશ થતાં શરીરનો છેલ્લો શ્વાસ બંધ પડે છે અને ગર્ભરૂપી સ્ટેશનથી જીવની શરૂ થયેલી જીવનયાત્રા અંતે સ્મશાનરૂપી અંતિમ સ્ટેશને પૂર્ણ થાય છે. આમ, શરીરના મૃત્યુનું કારણ પણ પ્રારબ્ધ જ છે. પ્રારબ્ધની પૂર્ણાહુતિ જ મૃત્યુ છે. પ્રારબ્ધનો શુભારંભ જ જન્મ છે અને જેમ પ૦૦ રૂપિયાની નોટ વટાવીએ અને સુખભોગ માટે ખરચીએ તેમ પ્રારબ્ધકર્મોનાં ફળ વટાવતાં વટાવતાં સુખભોગ અનુભવીએ તેને જ જન્મ અને મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતું જીવન કહેવામાં આવે છે.
પ્રત્યેક મનુષ્ય નિશ્ચિતરૂપે સમજી લેવું કે જીવનયાત્રા કેટલી લાંબી