________________
૪૭૩
પણ તીવ્ર વિવેકવિચારથી નાશ કરવો, એ જ મુમુક્ષુનું અનિવાર્ય કર્તવ્ય છે. આવો તાત્ત્વિક અર્થ જ ભ્રમરવૃત્તિથી સૌએ ગ્રહણ કરવો જોઈએ.
(છંદ-અનુષ્ટ્રપ) प्रारब्धं पुष्यति वपुः इति निश्चित्य निश्चलः ।
धैर्यमालम्ब्य यत्नेन स्वाध्यासापनयं कुरु ॥२८०॥ प्रारब्धम्
= પ્રારબ્ધ કર્મ જ વધુ:
= શરીરનું पुष्यति
= પોષણ કરે છે. इति निश्चित्य = એમ નિશ્ચય કરીને निश्चलः
= નિશ્ચલ થઈને धैर्य आलम्ब्य = ધીરજ ધરીને यत्नेन
= યત્નપૂર્વક સ્વ-ર્મધ્યાસાપનાં = પોતાના અધ્યાસને દૂર કર.
- અવિદ્યાજન્ય ભ્રાંતિ દ્વારા જ અવિવેકી શરીરને પોતાનું સ્વરૂપ માની જીવનભર શરીર પાછળ સંતપ્ત થાય છે અને શરીરના ચિંતન દ્વારા અંતે શરીરત્યાગ બાદ પુનર્જન્મ નવા શરીરને જ પ્રાપ્ત કરે છે. આમ બ્રાંતપુરુષ પોતે જ જન્મમૃત્યુના ચક્રને ચાલતું રાખે છે અને દેશકાળના બંધનથી મુક્ત થઈ શકતો નથી. માટે જ અત્રે સમજાવ્યું છે કે મુમુક્ષુએ નિશ્ચયપૂર્વક સમજી લેવું જોઈએ કે હું શરીર નથી કે તે મારું નથી શરીરની સાચી માલિકી તો પ્રારબ્ધ કર્મની જ છે તેથી પ્રારબ્ધ કર્મ જ શરીરનું પાલન-પોષણ કર્યા કરે છે, “રવ્ય પુષ્યતિ વધુ ” એવા અચળ અને દઢ નિશ્ચયના બળે દરેકે ધીરજપૂર્વક પ્રયત્ન કરીને પોતાના અધ્યાસને નિવૃત્ત કરવો જોઈએ અને “હું શરીર છું કે શરીર મારું છે', તેવી દુઃખદ ભ્રાંતિમાંથી મુક્ત થઈ શરીરની ચિંતા ત્યજી દેવી જોઈએ.
વધુ અર્થાત્ શરીર. તેની નાહકની ચિંતામાં અવિવેકી જીવનભર