________________
(છંદ-અનુષ્ટુપ)
तमो द्वाभ्यां रजःसत्त्वात्सत्त्वं शुद्धेन नश्यति । तस्मात् सत्त्वमवष्टभ्य स्वाध्यासापनयं कुरु ॥२७६॥
द्वाभ्यां
તમઃ
सत्त्वात् रजः
शुद्धेन
सत्त्वम्
नश्यति
=
=
=
=
=
=
=
૪૭૨
तस्मात्
सत्त्वम्
(શુદ્ધ) સત્ત્વગુણનું (એટલે આત્મજ્ઞાનનું)
अवष्टभ्य
અવલંબન કરીને
स्व- अध्यासापनयं कुरु પોતાના અધ્યાસને દૂર કર.
-
=
(રજોગુણ અને સત્ત્વગુણ) આ બે થી
તમોગુણ,
સત્ત્વગુણથી રજોગુણ, (અને)
શુદ્ધ આત્મજ્ઞાનથી
સત્ત્વગુણનો
નાશ થાય છે.
માટે
રજોગુણ અને સત્ત્વગુણના પ્રભાવથી તમોગુણ નિવૃત્ત થાય છે, જ્યારે સત્ત્વગુણના પ્રભાવથી પ્રવૃત્તિપ્રેરક રજોગુણની નિવૃત્તિ થાય છે તથા શુદ્ધ સત્ત્વગુણ દ્વારા જે મિશ્ર સત્ત્વગુણ છે તેનો નાશ કે નિવૃત્તિ થાય છે. માટે શુદ્ધ સત્ત્વગુણનો આશ્રય કરી તું તારા અધ્યાસને દૂર કર.
આમ, અત્રે વાસ્તવમાં તો ત્રણેય ગુણથી પર થવાનો સંદેશો છે. તમોગુણની નિવૃત્તિ કરવી અર્થાત્ તેમાંથી જન્મેલાં સ્થૂળ શરીરનું તાદાત્મ્ય તોડવું કે તેમાં રહેલા ‘અહંભાવ’ કે ‘મમભાવ’નો નાશ કરવો, એવો સંકેત જ ઇષ્ટ છે. તે જ પ્રમાણે રજોગુણની નિવૃત્તિનો અર્થ કર્મેન્દ્રિયો અને પાંચ પ્રાણ સાથેનું તાદાત્મ્ય દૂર કરી, ભ્રાંતિમાં પણ ‘હું પ્રાણ છું’, એવી સમજનો સ્વીકાર કરી શકાય નહીં, તેવો ઉપદેશ લેવો. અંતે મિશ્ર સત્ત્વગુણનો ત્યાગ સૂચવે છે કે સૂક્ષ્મ મન, બુદ્ધિ કે અહંકાર જેવા અંતઃકરણમાં કે જ્ઞાનેન્દ્રિયોમાં જો અભિમાન થયું હોય કે, ‘હું મન બુદ્ધિ અથવા ઇન્દ્રિય છું' તો તેવા અધ્યાસનો