________________
૪૭૮
દેહ માટે પ્રારબ્ધ, કર્મના ફળરૂપે નિર્માણ કર્યા નથી, તે કોટિ ઉપાયોથી પણ કોઈ અપાવી શકે તેમ નથી. માટે મુમુક્ષુએ વ્યર્થ ફાંફાં મારવાનું છોડી, નાહકની ચિંતા તોડી, શરીરને પ્રારબ્ધને હવાલે કરી દેવું જોઈએ. પ્રારબ્ધ જાતે જ, કોઈ ઇચ્છે કે ન ઇચ્છે છતાં શરીરની કે વધુની જવાબદારી વહન કરશે અને શરીરને ખપતું જે કંઈ કર્મફળ મળવાનું છે તે આપ્યા જ કરશે. માટે ન તો શરીર પાછળ સંતપ્ત થવું, ન તો દેહના સુખ કે સગવડ માટે વ્યથિત થવું. પરંતુ મનુષ્યજન્મ મળેલો અમૂલ્ય સમય આત્મવિચાર માટે ખર્ચાને આત્મસાક્ષાત્કારાર્થે જ પુરુષાર્થ કરવો, ચિંતન કરવું, આત્માનુભૂતિ માટે જ વિહાર કે વિચાર કરવો અને તેથી અન્ય સર્વ કંઈ મિથ્યા પ્રવૃત્તિ જાણી તેમાંથી નિવૃત્ત થવું, તે જ મુમુક્ષુનું મનનયુક્ત અને ચિંતામુક્ત પરમ કર્તવ્ય છે.
| (છંદ-અનુષ્ટ્રપ) नाहं जीवः परं ब्रह्मेत्यतद्व्यावृत्तिपूर्वकम् ।
वासनावेगतः प्राप्तस्वाध्यासापनयं कुरु ॥२८१॥ . નીવઃ = જીવ નથી પણ परं ब्रह्म
= પરબ્રહ્મ છું
= એમ તદ્ વ્યવૃત્તિપૂર્વમ્ - અતી નિવૃત્તિપૂર્વક वासना वेगतः = વાસનાના વેગથી प्राप्त- * = પ્રાપ્ત સ્વાધ્યાસાપનાં 5 = પોતાના અધ્યાસને દૂર કર.
“વાર્દ નીવડ પર રહે “હું જીવ નથી પરંતુ પરમ બ્રહ્મ જ છું આવા દેઢ નિશ્ચય પર આવવા માટે પ્રથમ પોતાના જીવભાવની નિવૃત્તિ કે વ્યાવૃત્તિ કરવી જોઈએ. તેવી જીવભાવની કે જડ પદાર્થોમાં રહેલી અહબુદ્ધિને દૂર કરવા માટે અત્રે જણાવ્યું છે કે “તદ્ વ્યાવૃત્તિપૂર્વમ્' અહીં ‘ત૬ શબ્દ “તત્વ' બ્રહ્મથી વિરૂદ્ધ અર્થે વપરાયેલો છે. માટે મહાવાક્યગત તત્વ'નો અર્થ ચૈતન્ય આત્મા કે ચૈતન્ય બ્રહ્મ કરીએ તો સ્પષ્ટ છે કે તદ્' એટલે
इति