________________
૪૬૬
અર્થો સાથે જો સાક્ષાત્કાર ન થાય તો શબ્દોના અરણ્યમાં ભૂલો પડેલો શાસ્ત્રને અનુસરનારો શાસ્ત્રી, મતમતાંતરોના વમળમાં ડૂબકાં ખાતો, સંસાર તરવાને બદલે શાસ્ત્રોના ભાર નીચે જ ડૂબી મરે છે. માટે શાસ્ત્રોનો સાધન તરીકે ઉપયોગ કરી, શાસ્ત્રોએ નિર્દેશેલા આત્મતત્ત્વનો સાક્ષાત્કાર જો થઈ જતો હોય તો શાસ્ત્રનું પ્રયોજન પૂર્ણ થયું કહેવાય અને આમ પ્રયોજન પૂર્ણ થતાં શાસ્ત્રોને અનુસરવાનું બંધ કરી દેવું જોઈએ, શાસ્ત્રોનો માથે ઉપાડેલો ભાર ફગાવી દેવો જોઈએ કારણ કે જેમ નદી પાર કરવા જો નૌકાનો સાધન તરીકે ઉપયોગ કર્યો હોય તો નદીની પેલે પાર પહોંચ્યા બાદ કંઈ નૌકાને માથે ઉપાડીને કોઈ આગળ પ્રવાસ કરતું નથી. માટે જ આત્મદર્શન થયાં બાદ પઠનપાઠનની વાસના કે તેવું વર્તન છોડી દેવું જોઈએ. માટે જ કહ્યું કે “શાસ્ત્રીનુવર્ત ત્યવવા ”
આમ તોવાનુવર્તન, રેહાનુવર્ત અને શાસ્ત્રાનુવર્તન જેવું જે કંઈ અનુસરણ કે અનુકરણ અજ્ઞાનીજનોનું જોવા મળે છે તે બધું જ લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસનાથી જ પ્રેરાયેલું હોય છે તથા પોતાના આત્મસ્વરૂપના અજ્ઞાનને કારણે જ અગર અધ્યાસના લીધે જ તેવા અવિવેકી, વર્તનનું અનુકરણ યાંત્રિક રીતે થયા જ કરે છે અને જો તેવું થયા કરે તો લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસનામાં નિરંતર વૃદ્ધિ જ થયા કરે અને એમ થવાથી તો મુમુક્ષુને કદાપિ યથાર્થજ્ઞાન થાય જ નહીં, કારણ કે વાસનાની હયાતીમાં આત્મજ્ઞાન થવું કદાપિ શક્ય નથી. તેથી જ શ્લોકને અંતે કહ્યું છે કે “જ્ઞાનં યથાવ ગાયને ' માટે નિષ્કર્ષતો એટલો જ છે કે વિવેકી મુમુક્ષુએ યથાર્થજ્ઞાનપ્રાપ્તિ માટે લોકવાસના, શાસ્ત્રવાસના અને દેહવાસનાનો ત્યાગ કરવો જોઈએ.
| (છંદ-ઉપજાતિ) संसारकारागृहमोक्षमिच्छो
रयोमयं पादनिबद्धशृङ्खलम् । वदन्ति तज्ज्ञाः पटुवासनात्रयं
યોકસ્માત્ વિમુt: સમુતિ મુક્ટ્રિમ્ ર૭રૂપા