________________
૪૬૫
અડધા ભાગની ચિંતા પણ શું આપણા સ્નેહી, મિત્રો કે પડોશીઓ, સગા કે જેઓ જન્મોજન્મથી ભવબંધનના ખાટલે પડયાં છે, અજ્ઞાનરૂપી અંધારામાં અથડાય છે જન્મમૃત્યુના વમળમાં ડૂબકાં ખાય છે તેમને અંધારાથી બહા૨ કાઢવાં કે ભવબંધનથી મુક્ત ક૨વા કરી છે ખરી?
તાત્પર્યમાં યાદ રાખવું કે દેહ ક્ષણભંગુર છે, જડ છે, અપવિત્ર છે, મળમૂત્રયુક્ત છે માટે માત્ર દેહના પોષણ કે સુખભોગાર્થે જ સમય બરબાદ ન કરવો પરંતુ સદા યાદ રાખવું કે આ ક્ષણભંગુર મનુષ્યદેહ દુર્લભ છે, અનેક યોનિઓમાં ઉત્તમ છે, ધર્મપ્રાપ્તિનું પ્રથમ સાધન છે. મનુષ્ય દેહની આસક્તિ છોડી મોક્ષમાર્ગે દેહનો સદુપયોગ કરે તો દેહ દ્વારા જ નિષ્કામ કર્મ કરી અંતઃકરણશુદ્ધિ પ્રાપ્ત કરી શકે અને શુદ્ધચિત્તે વિચાર કરી દેહાસક્તિ, દેહતાદાત્મ્ય કે દેહની મમતામાંથી મુક્ત થઈ પોતાને દેહનો સાક્ષી સમજી સાક્ષી આત્માનું ચિંતન કરતાં કરતાં સ્વયં આત્મસ્વરૂપ બની શકે અને તે જ પ્રમાણે બ્રહ્મભાવના દ્વારા પોતાને બ્રહ્મથી અભેદ જાણી બ્રહ્મ થઈ શકે. પશુ આદિના શરીરો ભોગયોનિ હોઈ, તેમને કર્મની સ્વતંત્રતા નથી અને તેથી તેમની મોક્ષમાર્ગે પ્રગતિ પણ નથી. જ્યારે દેહધારી મનુષ્ય તો દેહનો સદુપયોગ ક૨ી ન૨થી નારાયણ થવાનું કે જીવથી બ્રહ્મ થવાનું સામર્થ્ય ધરાવે છે. માટે દેહનું મમત્ત્વ છોડી, દેહના ભોગ માટેની વાસનાઓ તોડી, દેહની વાસના અર્થે વર્તન કરવાની કુટેવનું અનુસરણ છોડી દેવું જોઈએ. માટે જ કહ્યું છે કે રેહાનુવર્તન ત્યવક્ત્વા ।'
‘શાસ્ત્રાનુવર્તન ત્યવક્ત્વા ।’ જેમ દેહભોગની વાસના અને સમાજ, સંસા૨ કે લોકમાં પ્રતિષ્ઠા કે પ્રમાણપત્રની વાસના છોડવાનો સંદેશ અપાયો તે જ પ્રમાણે શાસ્ત્રના પઠન-પાઠનની સાત્ત્વિક વાસના પણ બંધનનું કારણ હોઈ શકે તથા શાસ્ત્રો માત્ર પરોક્ષજ્ઞાન આપતાં હોઈ, સાધક કે મુમુક્ષુને વિદ્વાન કે પંડિત બનાવી શકે, પરંતુ જીવન્મુક્તિ અપાવી શકે નહીં. માટે તેવી સુંવાળી સાત્ત્વિક વાસનાનો પણ ત્યાગ કરવાનું સૂચવેલું છે. માટે જ જણાવ્યું છે કે શાસ્ત્રોના શબ્દોનો લક્ષ્યાર્થ જો ન સમજાય અને તેવા લક્ષ્યાર્થરૂપી સાર્થક