________________
૪૫૯
ત્યાગ શા માટે કરવો જોઈએ તેવું સમજાવતાં જણાવાયું છે કે બ્રહ્મભાવે ચિંતન કરવાથી આત્મવસ્તુનું જ્ઞાન થયું હોય, અનાત્મપદાર્થો ઉપરની આસક્તિ દૂર થઈ હોય, ભૌતિક પદાર્થોનો રાગ નિર્મૂળ થયો હોય, છતાં જેમ હિંગના ડબ્બામાંથી હિંગ ખાલી થઈ છે તેવું લાગે અગર કપૂર ભરેલો ડબ્બો ખાલી કરવા છતાં પણ તેમાં જેવી રીતે હિંગ કે કપૂરની વાસ રહી જાય છે તેવી રીતે અનાદિકાળથી મનમાં પડેલી વાસનાઓ બ્રહ્મભાવનાના બળે કે આત્મચિંતનથી નીકળી ગઈ હોવા છતાં, સૂક્ષ્મસ્વરૂપે રહી જાય છે. આવી વાસનાઓ જ પુનઃ જુદા જુદા સ્વાંગમાં પ્રગટ થાય છે અને “હું કર્તા છું, હું ભોક્તા છું” એવી ભ્રાંતિરૂપે જીવાત્માને દેહતાદાભ્યમાં નાંખી કર્તા કે ભોક્તા બનાવી સંસારનું બંધન પેદા કરે છે. “કર્મ અધૂરાં છે અને મારે તે પૂર્ણ કરવાં જ જોઈએ. અમુક ફળ ભોગવવાના હજુ મારે બાકી છે માટે ભોગ પૂર્ણ કરવા હું તત્પર છું. ભોગની પ્રબળ આકાંક્ષા મને બેચેન કરે છે.” આવી અતૃપ્ત વાસનાની તૃપ્તિ માટે જ મનુષ્ય શરીર છોડે છે છતાં વાસનાથી છૂટતો નથી અને તેવી વાસના કે કામનાઓ જ જીવાત્માને પુનર્જન્મ માટે બળાત્કારે ઢસડી જાય છે અને નવો દેહ ધારણ કરી અતૃપ્ત વાસના તૃપ્ત કરવા પ્રેરે છે. માટે જ વાસનાને સંસારનો હેતુ કે જન્મમૃત્યુના સંસાર માટે કારણ ગણવામાં આવે છે. આમ, ભવસાગરના કે જન્મમૃત્યુના દરવાજા ખોલવા માટે જો વાસના જ કારણ હોય, તો મુમુક્ષુએ બ્રહ્મભાવનાથી કે આત્મદષ્ટિથી ધ્યાન કરતાં કરતાં વાસનાનો ત્યાગ કરવો જોઈએ. કારણ કે મનન કરનારાં મુનિજનો જણાવે છે કે વાસનાનો ત્યાગ જ મુક્તિ કે મોક્ષ કહેવાય છે.
| (છંદ-અનુષ્ટ્રપ) अहं ममेति यो भावो देहाक्षादावनात्मनि ।
अध्यासोऽयं निरस्तव्यो विदुषा स्वात्मनिष्ठया ॥२६६॥ देहाक्षादौ
* = દેહ, ઇન્દ્રિયો વગેરે अनात्मनि
= અનાત્મ વસ્તુઓમાં મહેં-મમ રૂતિ : ભાવ: = “હું અને મારું” એવો જે ભાવ છે