________________
૪૬૦
अयं अध्यासः
= આને જ “અધ્યાસ' કહેવાય છે. विदुषा
= વિદ્વાને स्वात्मनिष्ठया
= પોતાના આત્મામાં સ્થિતિ કરીને निरस्तव्यः
= (અધ્યાસને) દૂર કરવો જોઈએ. अहं ममेति यः भावः
મામ્ = “હું”. જે હું નથી તેને હું માનવું, દા.ત. મૂળ સ્વરૂપે હું” સચ્ચિદાનંદ આત્મા છું, છતાં જડ શરીરને અજ્ઞાન દ્વારા મારું સ્વરૂપ માની એવું કહ્યું કે હું શરીર છું, હું ઇન્દ્રિય છું તો આવી ખોટી દેહાત્મભાવનાને અહંભાવ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે જો હું દેહ અને ઇન્દ્રિયમાં મમતા કે મમત્વ પેદા કરી, દેહ અને ઈન્દ્રિય મારાં છે, તેવી ભાવના કરું તો તેને મમભાવ કહેવામાં આવે છે. આમ, અહંભાવ અને મમભાવ અજ્ઞાન કે ભ્રાંતિરૂપ જ છે. કારણ કે જે હું નથી તેમાં અહંકાર ઊભો થાય છે અને તે જ પ્રમાણે જે શરીર કે ઈન્દ્રિય સાથે મારે કોઈ સંબંધ નથી તેમાં ભ્રાંતિજન્ય સંબંધ માની તેમને મારાં ગણવા, તેવા સમભાવને લીધે જ બંધન પેદા થાય છે. માટે જ અત્રે જણાવાયું છે કે દેહ અને ઇન્દ્રિયો જે જડ છે, અનિત્ય છે, અસત છે તેમાં અહંભાવ કે મમભાવ કરી તે સૌ હું છું કે તે મારાં છે એવી ભ્રાંતિને જ્ઞાની કે વિવેકી પુરુષે આત્મનિષ્ઠા દ્વારા આત્મસ્વરૂપનું ચિંતન કરીને ત્યાગ કરવો જોઈએ. કારણ કે અહંભાવ કે મમભાવ જેવી ભ્રાંતિને જ અધ્યાસ કહેવામાં આવે છે. આમ અધ્યાસ, અજ્ઞાન કે અવિદ્યારૂપી ભ્રાંતિ મુમુક્ષુના બંધનનું કારણ હોઈ તેનો ત્યાગ કરવો ઈષ્ટ છે. '
જગતના જે કોઈ પદાર્થો કે દેહાદિમાં મમભાવ ઉત્પન્ન થાય છે તે પ્રાપ્ત કરવાની વાસના જાગે છે અને આવી વાસના જ મનુષ્ય પાસે અનેક પ્રકારના કર્મો કરાવી વાસનાપૂર્તિનો પ્રયત્ન કરે છે. તદુપરાંત જે કંઈ “મારું” છે, “મારાં છે, “મારી છે અર્થાત્ મારી સંપત્તિ કે પત્ની, મારું શરીર કે મારું મકાન, મારાં સંતાનો કે મારાં ઢોરઢાંખર, આમ જે કંઈ મમભાવે પોતાનું લાગે તેની સુરક્ષાની વાસના જાગે છે તે સૌના વૃદ્ધિવિકાસની ચિંતા થાય છે અને તે