________________
૪૫૫
અભેદભાવે થયેલું બ્રહ્મચિંતન જ અબ્રહ્મને બ્રહ્મ બનાવે છે, દેહધારીને દેહતાદાભ્યથી મુક્ત કરી, જન્મમૃત્યુના ચક્રનો આત્યંતિક અંત આણે છે. માટે મુમુક્ષુઓનો અંતિમ આંતરશિલાલેખ તો માત્ર એટલો જ છે કે “બ્રહ્મ તત્ત્વમસિ ભાવયાનિ !'
(દ-રથોદ્ધતા) उक्तमर्थमिममात्मनि स्वयं
___भावय प्रथितयुक्तिभिर्धिया । संशयादिरहितं कराम्बुवत्
तेन तत्त्वनिगमो भविष्यति ॥२६५॥
ઉરું મં મર્થમ્ = ઉપરોક્ત આ અર્થની પ્રતિયુમિઃ = વેદાંતની પ્રસિદ્ધ યુક્તિઓથી સ્વયં ધિયા = પોતાની બુદ્ધિપૂર્વક માત્માને ભાવય = અંતઃકરણમાં ભાવના કર. तेन
= તેનાથી Rાવત્ = હથેળીમાં રહેલા જળની માફક તસ્વનિરામ: = વેદોક્ત (બ્રહ્મ) તત્ત્વનું જ્ઞાન સંશયતિરહિતમ્ = સંશય વગેરેથી રહિત ભવિષ્યતિ = થઈ જશે.
બ્રહ્મભાવનાની અતિ જટિલ અને જળોજથાવાળી દુષ્કર અટપટી પ્રક્યિામાં સાધકને સરળ અને સહજ પ્રવેશ મળે તે માટે આદિ શંકરાચાર્યજીએ પૂર્વેના તેર(૧૩) શ્લોકોમાં વિચક્ષણ વિચારણા દ્વારા સદષ્ટાંત બ્રહ્મભાવના શ્રુતિસંમત તર્ક સાથે નિઃસંદેહ સમજાવી સૌ મુમુક્ષુઓને અનુગૃહિત કર્યા. ત્યારબાદ અત્રે બ્રહ્મભાવનાનું ફળ સમજાવતાં જણાવે છે કે, “હે શિષ્ય, મુમુક્ષુ કે સાધક!, “મેં ઉપરોક્ત સમજાવેલી બ્રહ્મભાવનાની શાસ્ત્રસંમત યુક્તિઓ વડે તથા નિઃશંક સૂક્ષ્મ બુદ્ધિ વડે કરેલી બ્રહ્મવિચારણાનો તું ચિત્તમાં અભેદભાવે