________________
૪૫૪
આવા સૂક્ષ્મ સાંકેતિક રહસ્યમય બ્રહ્મભાવનાના ઉપદેશથી હું નિર્વિવાદ સમજ્યો છું કે નથી ભુજ બ્રહ્મથી કોઈ સૂક્ષ્મ, મહાન, વ્યાપક કે પરમ. હું તો માયા જેવા ઉપાદાનકારણથી પણ પર છું અને માયા દ્વારા સર્જાયેલ પિંડ કે બ્રહ્માંડરૂપી કાર્યથી વ્યાપક અને વિસ્તૃત છું. છતાં નાનામાં નાના દેહમાં અખંડ-આનંદ-રસરૂપે અતૂટ રહેલો છું. કોઈનો પણ સંગ, સંઘાત ન હોવા છતાં હું સૌનો અંતર્યામી છું, પરંતુ શરીરની બહાર નથી તેવું નથી. હું તો અનંત શરીરોમાં અને તેની આસપાસ, ઉપર-નીચે, આજુ- બાજુ, સર્વ દિશાઓમાં, સર્વ કાળે હાજરાહજૂર છું. મારો કોઈ કાળે અભાવ નથી માટે જ હું સસ્વરૂપે સર્વ કાળે રહેલું બ્રહ્મતત્ત્વ છું. હું શાશ્વત અસ્તિત્વ છું, તેથી રખે કોઈ મને જડ સમજે, માટે જ “હું એટલું જ નહીં, પરંતુ હું જાણું છું કે હું સસ્વરૂપ છું.” હું જાણનારો છું તેથી માત્ર “સત્યે ત્રા' નહીં પરંતુ જ્ઞાન બ્રહ્મ પણ જ છું. માટે જ એકલો સત નહીં પણ ચિત કે ચૈતન્ય પણ છું. આમ, “સત્ય જ્ઞાનમ્' રૂપે હું અદ્વિતીય, અવ્યય અને અલૌકિક આનંદસ્વરૂપવાળો છું. મુજ સ્વરૂપાનંદની અવધિમાં નથી ઓટ કે ભરતી, નથી ઉદય કે અસ્ત, નથી વિષય કે ભોગ. મારું આનંદસ્વરૂપ તો મન, બુદ્ધિ કે ઈન્દ્રિયોથી અગમ્ય છે, અગોચર છે, તેમનો અવિષય છે. કારણ કે મારો આનંદ અજન્મા અને અસીમ છે. આમ, મારું સત, ચિત અને આનંદસ્વરૂપ અનાદિ હોવાને કારણે હું અનંત તરીકે શ્રુતિ અને સ્મૃતિમુખે ગવાયેલું ગેબી તત્ત્વ છું. આંખોથી અદેશ્ય; મન, બુદ્ધિથી અસ્પૃશ્ય, કરણ દ્વારા અગ્રાહ્ય એવો હું સૌમાં સર્વવ્યાપ્ત છતાં કયાંય ન દેખાઉં તેવો નિરાકાર અને નિરયવી છું, ભૂત માત્રમાં છું, છતાં અશરીરી છું. માટે જ મારો મહિમા વગરનો મહિમા ગાતાં કે મુજ અસ્તુત્યની સ્તુતિ કરતાં વેદોએ લલકાર્યું કે હું તો કાનનો કાન, મનનું પણ મન, વાણીની પણ પરા વાણી, પ્રાણથી પણ મહાન પ્રાણ, આંખને પણ જોનારી આંખ છું. તેથી જ મુજ જ્ઞાનચક્ષુ વિના ન તો સાધકને સિદ્ધિ મળે, બદ્ધને મુક્તિ મળે, મુમુક્ષુને મોક્ષ મળે કે અજ્ઞને જ્ઞાન મળી શકે તેમ છે. મારા વિના ન તો કોઈ ભવસાગરનું તરણ કરી શકે કે અધોગતિથી બચી શકે તેમ છે. એવા મુજ બ્રહ્મસ્વરૂપનું બ્રહ્મભાવનાથી