________________
૪૫ર
| (છંદ-રથોદ્ધતા) यद्विभाति सदनेकधा भ्रमात्
नामरूपगुणविक्रियात्मना । हेमवत् स्वयमविक्रियं सदा
હાં તત્ત્વમસિ ભાવયાત્મનિ રદ્દરા .
यत् सत्
= જે સત भ्रमात्
= ભ્રમને કારણે નામ-રૂપ-પુ-વિક્રિયાત્મના નામ, રૂપ અને ગુણોના વિકારરૂપે મનેધા વિમતિ = અનેક પ્રકારે ભાસે છે.(છતાં) स्वयं हेमवत् = સ્વયં સુવર્ણની જેમ सदा अविक्रियम् = સદા વિકારરહિત હાં.
= બ્રહ્મ છે. तत् त्वं असि = તે તું છે (એમ) માનિ ભાવય = અંતઃકરણમાં ભાવના કર.
જેમ સોનું એક અને અવિકારી છે, છતાં નામ, રૂપ અને ગુણથી પ્રાપ્ત થતાં વિકારોને લીધે અનેકરૂપે, અનેકનામે વિકારી જણાય છે અને એક સોનામાં અનેક ઘરેણાનો ભાસ થાય છે. તેવી જ રીતે બ્રહ્મતત્ત્વ એક, અવિકારી અને સસ્વરૂપે હોવા છતાં તેમાં આરોપિત નામરૂપાદિને લીધે પ્રાપ્ત થતાં વિકારોથી અનેકતા, ભેદ અને ક્રિયા ભ્રાંતિને લીધે પ્રતીત થાય છે. છતાં ભ્રાંતિ દૂર થતાં અંતે જેમ “અંતે તો હેમનું હેમ હોયે”, તેમ જ્ઞાનકાળે નામરૂપાદિ આરોપ દૂર થતાં બ્રહ્મ છે, હતું અને બ્રહ્મરૂપે જ બ્રહ્મ પોતે જણાય છે. તેથી તેનું એક, અખંડ, સત અને અવિક્રિય કે નિષ્ક્રિય બ્રહ્મ તું જ છે, એવી બ્રહ્મભાવના કર. “વર્ણ તત્ત્વમસિ ભાવયત્મિનિ !