________________
૪૪૮
બ્રહ્મતત્ત્વ જ હું છું અને જેવો હું છું તેવું જ જગતનું અધિષ્ઠાન બ્રહ્મ છે. માટે જ ઉપદેશાયું છે કે જે બ્રહ્મતત્ત્વ છે, તે તું જ છે એવો તું બ્રહ્મભાવે નિરંતર વિચાર કર. “યત્ બ્રહ્મ તત્ત્વમસિ ભાવયાત્મન !”
| (છંદ-રથોદ્ધતા) अस्तभेदमनपास्तलक्षणं
निस्तरङ्गजलराशिनिश्चलम् । नित्यमुक्तमविभक्तमूर्ति यद्
ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥२६०॥ यत् अस्तभेदम् = જેમાંથી ભેદ અસ્ત પામી ગયા છે, अनपास्तलक्षणम्
= જેનું કોઈ લક્ષણ રહ્યું નથી, નિસ્તર-નારાશિ-નિશ્ચમ્ = મોજાં વગરના સાગર જેવું પ્રશાન્ત नित्यमुक्तम्
= નિત્યમુક્ત (અને) अविभक्तमूर्ति
= અખંડસ્વરૂપ ब्रह्म
= બ્રહ્મ (છે) तत् त्वं असि
= તે તું છે (એમ) , आत्मनि भावय
= અંતઃકરણમાં ભાવમા કર. જે બ્રહ્મતત્ત્વ સજાતીય, વિજાતીય અને સ્વગતભેદથી રહિત છે, જેમાં જીવ, જગત અને ઈશ્વરનો કે કાર્ય-કારણ જેવો ભેદ પણ નથી, જેમાં તરંગ કે મોજાંઓની ચંચળતા ન હોય તેવા અવિચળ લક્ષણવાળા જળાશય જેવું અને જે બંધન કે મુક્તિની સાપેક્ષતાથી સદા સર્વદા મુક્ત છે, તથા વિભાગોથી રહિત છે, તે જ બ્રહ્મ તું છે એવું જાણી, તું સતત વિચાર કર કે મુજ બ્રહ્મસ્વરૂપ તો ભેદશૂન્ય હોઈ ભયથી મુક્ત છે. કારણ કે દ્વિતીયા ભર્યા ભવતિ” (બૃહદારણ્યકોપનિષદ) “વૈતમાં જ ભય છે” કારણ કે ત્યાં ભેદ છે. મુજ શુદ્ધબ્રહ્મમાં મન નથી તો વિક્ષેપ કે ચંચળતા કયાં? માટે હું મૂર્તિભેદથી, જીવ-ઈશ્વર જેવી જુદાઈથી; સજાતીય, વિજાતીય અને