________________
४४७
तत् त्वं असि = તે તું છે (એમ) आत्मनि भावय = અંતઃકરણમાં ભાવના કર.
મારે નથી જન્મ તેથી શૈશવ, બાલ્યાવસ્થા કે યુવાની જેવી વૃદ્ધિ પણ મારે હોઈ શકે નહીં. તે જ પ્રમાણે રતિ અર્થાત પરિવર્તન કે પરિણામ જેવું પણ મને હોઈ શકે નહીં. કારણ કે જો હું શરીર નથી તો મારી ઇન્દ્રિયોમાં, મનમાં, વિચારોમાં પરિવર્તન કેવું? ન આવે મને અંધાપો કે બહેરાશ. તે જ પ્રમાણે અશરીરી હોવાથી ન હોય મુજમાં અપક્ષય અર્થાત્ ક્ષય પામવું કે વિનાશ થવો. રોગ કે વ્યાધિ દ્વારા થનારો નાશ પણ મને સ્પર્શ કરી શકે નહીં. માટે જ અવિનાશી એવું બ્રહ્મ છું, જન્મ, વૃદ્ધિ, રિતિ,અપક્ષય, વ્યાધિ અને નાશ જેવા વિકારોથી રહિત હોઈ અવ્યય છું. તે ઉપરાંત જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશનું જે કાંઈ કારણ છે તે કારણે અન્ય કોઈ નહીં પણ હું જ છું. મુજ બ્રહ્મરૂપી અધિષ્ઠાનના અજ્ઞાનથી જ બ્રહ્માંડ કે જગત અસંત હોવા છતાં સત જણાય છે. એટલું જ નહીં, વાસ્તવમાં બ્રહ્મ જ બ્રહ્માંડરૂપે ભાસે છે છતાં બ્રહ્મ અજ્ઞાનથી જણાતું નથી પરંતુ બ્રહ્માંડ જ જણાય છે. જેમ માટી જ ઘડો બને છે છતાં ઘડાનો દષ્ટા ઘડાને જુએ છે પણ તે માટી છે તેવું જાણતો નથી માટે ઘડાને સત્ય માને છે, તેમાં આસક્ત થાય છે અને ઘડાના નાશથી શોક અનુભવે છે. તેવું જ મનુષ્યનું છે. આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે મુજ બ્રહ્મના અજ્ઞાનથી જ જગતનો જન્મ અને તેમાં મોહ-શોક જન્મે છે તથા જંગત અને તેનું સુખદુઃખ કે સ્થિતિ, અજ્ઞાન ટકે ત્યાં સુધી ચાલુ રહે છે. પરંતુ જગત્કારણ અજ્ઞાનનો નાશ થતાં જગત પણ બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં વિલીન થઈ જાય છે. આથી બ્રહ્મસ્વરૂપે હું જ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ છુંઆમ વિચારતાં હું નિઃસંદેહ થયો છું કે વાસ્તવમાં નથી જન્મ શરીરનો કે જગતનો. જેમ જગતના અધિષ્ઠાનરૂપે હું અજન્મા છું તેમ શરીર અને જગત પણ જન્મેલું નથી. તેથી જે જન્યું જ નથી તેનાથી મને બંધન કેવું? દેહ અને જગત જો આરોપરૂપે જન્મેલા હોય, તો તો નિશ્ચિત તે ભ્રતિ છે. ભ્રાંતિ કદી કોઈને બાંધી શકે નહીં. આમ, નિર્કાન્ત એવો હું, બંધનથી ક્યારેય બદ્ધ નહોતો, નથી અને બંધનમાં પડી શકું નહીં. એવું