________________
૪૪૫
જે બ્રહ્મતત્ત્વ છે, “તે તું જ છે', એવી તું બ્રહ્મભાવના કર.. 'यद् ब्रह्म तत्त्वमसि भावयात्मनि ।'
| (છંદ-રથોદ્ધતા) भ्रान्तिकल्पितजगत्कलाश्रयं
स्वाश्रयं च सदसद्विलक्षणम् । निष्कलं निरुपमानमृद्धिमद्
ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥२५८॥ ત્તિ-ન્વિત–નાનાશ્રયમ્ = (જે) ભાન્તિ વડે કલ્પિત જગતની
કલ્પનાના અધિષ્ઠાનરૂપ * સ્વાશ્રયમ્ = બીજા કોઈનો પણ આધાર ન રાખવાવાળું, સ-મસત્-વિતક્ષણમ્ = સત અને અસત બન્નેથી ભિન્ન, निष्कलम्
= અવયવ વગરનું निरुपमानं च = ઉપમારહિત અને ऋद्धिमत्
= પરમ ઐશ્વર્યસંપન્ન ब्रह्म
= બ્રહ્મ છે तत् त्वं असि = તે તું છે (એમ) आत्मनि भावय = અંતઃકરણમાં ભાવના કર.
બ્રહ્મભાવના અતૂટ રીતે કરી શકાય તે માટે સંકેત આપતાં જણાવાયું છે કે ભ્રાંતિથી કલ્પાયેલા જગતનું જે આશ્રય, આધાર કે અધિષ્ઠાન છે અને જેનો આશ્રય અન્ય કોઈ નહીં પણ પોતે જ છે અર્થાત્ અન્યને આધાર આપનારું છતાં સ્વયં નિરાશ્રયી છે, સત અને અસત જેવા લક્ષણોથી રહિત છે અર્થાત વ્યક્ત અને અવ્યક્ત જેવી સાપેક્ષતાથી મુક્ત છે, નિરવયવી અને નિરુપમેય છે, સકળ સમૃદ્ધિવાન છે, તેવું જે બ્રહ્મતત્ત્વ છે, તે તું જ છે, એવી તું મનમાં નિરંતર બ્રહ્મભાવના કર.