________________
૪૪૩
યત્ શુદ્ઘ-વિધન-અનાવિ વસ્તુ - (અને) જે શુદ્ધ, ચેતનમય, અનાદિ
વસ્તુ છે. તે બ્રહ્મ તું જ છે
(એમ) અંતઃકરણમાં ભાવના કર.
तत् ब्रह्म त्वं असि आत्मनि भावय
=
=
બ્રહ્મ ૫૨મ છે અર્થાત્ માયાના સત્ત્વ, રજસ અને તમસ આદિ ગુણથી અસંગ છે તેથી ગુણાતીત છે અને માટે જ વાણીનો અવિષય હોઈ અવર્ણનીય અને વાચાતીત કહેવાય છે. તેથી માત્ર નિર્મળ જ્ઞાનરૂપી ચક્ષુથી જ જાણવું શક્ય છે. ઉપરાંત જે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ, અનાદિ આત્મવસ્તુ છે, ‘તે જ બ્રહ્મ તું છે', એવી બ્રહ્મભાવના નિરંતર કર.
આવા ઉપદેશથી સાધકે અનાત્માના વિચારને મનમાં લેશમાત્ર પ્રવેશ આપ્યા વિના સતત આત્મચિંતન કરવું કે માયાથી જન્મેલા ભૌતિક પદાર્થો હું નથી અને તે જ પ્રમાણે અવિદ્યાજન્ય જીવસૃષ્ટિના પ્રિય પાત્રો કે દેહાકંદ પણ હું નથી અને તે મા૨ા નથી. હું તો વાણીના વિસ્તા૨થી ૫૨ છું, વાણી ન પહોંચી શકે તેવો અવર્ણનીય છું. મુજ વાચાતીતનો નિર્દેશ કરવા ઇન્દ્રિયો, મન, બુદ્ધિ કે વાણી અસમર્થ છે. તદુપરાંત હું તો મારી શુદ્ધ કે દોષયુક્ત વાણીનો દષ્ટા કે સાક્ષી છું. વાણી તો દશ્ય કે શેય છે. માટે જો હું વાણીનો દેષ્ટા કે જ્ઞાતા હોઈ સ્વયં વાણીથી વિલક્ષણ છું, તો સ્પષ્ટ થાય છે કે વાણીનિર્દેશિત વાણીનો વિષય તો ન જ હોઈ શકું. આમ, મન, બુદ્ધિ કે વાણીનો અવિષય હું; તે સૌથી અગોચર એવો હું; અવર્ણનીય અને અપ્રમેય છું. આવા મારા અનિર્વાચ્ય આત્મસ્વરૂપને કે શુદ્ધ ચૈતન્યમય બ્રહ્મસ્વરૂપને તો માત્ર જ્ઞાનરૂપી ચક્ષુથી જ જાણી શકાય તેમ છે અને તે પણ જયારે જ્ઞાન, જ્ઞાતા અને જ્ઞેયની ત્રિપુટી નષ્ટ થાય ત્યારે જ મારા બ્રહ્મસ્વરૂપનો સાક્ષાત્કાર થઈ શકે. તે શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ અનાદિ તત્ત્વ જ હું છું અગર તે બ્રહ્મતત્ત્વ જ મારો અંતરાત્મા છે. હું અને બ્રહ્મ બે અભેદ છીએ. બ્રહ્મ અને હું એક અને અદ્વિતીય છીએ માટે જ અજર, અમર, અવિનાશી ...અને અનાદિ બ્રહ્મતત્ત્વ હું જ છું એ નિર્વિવાદ છે.