________________
ઉપચેતન મન અને પરાચેતન મન. જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીર અને ઇન્દ્રિયો દ્વારા જે કંઈ કર્મ કરીએ છીએ તે ચેતન મન દ્વારા થતાં હોય છે, અર્થાત્ જાગ્રત અવસ્થામાં આપણે ચેતન મન દ્વારા જ બોલીએ છીએ, સાંભળીએ છીએ, ચાલીએ છીએ, વિચારીએ છીએ. સ્વપ્નાવસ્થા સમયે સ્વપ્નસૃષ્ટિમાં આપણે જે વિહાર કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, તેનું સંચાલન ઉપચેતન મન કરે છે. જાગ્રત અવસ્થામાં અતૃપ્ત રહેલી વાસનાઓ અચેતન મનમાં સંગ્રહિત થાય છે. અચેતન મન ભંડાર કે કોઠારનું કામ કરે છે. જેમ રસોડાની બાજુમાં રાખેલા ભંડારમાંથી, જરૂર મુજબની વસ્તુ કાઢીને રોજ આપણે ભોજન તૈયાર કરીએ છીએ, તેમ અચેતન મનરૂપી ભંડાર કે સંગ્રહસ્થાનમાંથી વાસનાઓ લઈને આપણું ઉપચેતન મન સ્વપ્નનું સર્જન કરતું રહે છે. જાગ્રત અને સ્વપ્ન બને અવસ્થાઓમાં સતત કર્મ થતું રહે છે. શરીર જાગતું હોય કે ઊંઘતું હોય, સ્થૂળસૃષ્ટિમાં સ્થૂળ શરીરનું કર્મ હોય કે સૂક્ષ્મ સ્વપ્નસૃષ્ટિમાં મનનું કર્મ હોય, પણ એક વાત નિશ્ચિત છે કે આપણે સતત કર્મ કરતાં હોઈએ છીએ.
કર્મ કરતી વખતે આપણને સતત એવું ભાન રહે છે કે “હું કર્તા છું'. વસ્તુતઃ જે કર્મ શરીર દ્વારા થાય છે તે શરીરનું કર્મ છે આત્માનું નથી. જે માનસિક કર્મ થાય છે તે મનનું છે, નિર્ણય લેવાનું જે કર્મ થાય છે તે બુદ્ધિનું છે અને બોલવાનું જે કર્મ થાય છે તે વાણીનું છે. આમ, કર્મ મારાં નથી માટે હું કર્તા હોઈ શકું નહીં. હું શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર અને તેમના કર્મોને જાણનારો તેમનો સાક્ષી છું. હું સાક્ષી છું માટે જ બોલતાં બોલતાં વાણીથી જો ભૂલ થઈ જાય તો મને સમજાય છે અને હું ભૂલ સુધારી શકું છું. હું બુદ્ધિનો સાક્ષી હોવાથી જ એમ કહું છું કે “મારી બુદ્ધિ બહેર મારી ગઈ છે,' હમણાં નિર્ણય લઈ શકું તેમ નથી'. આત્મસ્વરૂપથી હું શરીર અને ઇન્દ્રિયોનો સાક્ષી છું પણ જયારે પોતાને શરીર કે ઇન્દ્રિય માનીને કર્મ કરું છું ત્યારે હું કર્તા બનું છું. જો કર્તા બનીએ તો ભોક્તા પણ બનવું જ પડે, કારણ કે ફળપ્રાપ્તિના વિષયમાં આપણે પરતંત્ર છીએ. જ્યાં જ્યાં ક્રિયા છે ત્યાં ત્યાં પ્રતિક્રિયા છે અને કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા રહિત હોતી નથી. કર્મ થાય