________________
૨૮
ન હોય તો પણ જીવનમાં સરિયામ નિષ્ફળતા જ છે. જેમને મોક્ષની ઇચ્છા પણ છે અને ગુરુ પણ પ્રાપ્ત છે, તે ખરેખર પરમાત્માની પસંદગીનું પ્રિય પાત્ર બની ચૂકેલા છે. જે મુમુક્ષુઓને સંત કે મહાત્માનો સમાગમ ઉપલબ્ધ છે. અને જેઓ સદ્ગુરુશરણ લઈ શક્યા છે તેમનું આ છેલ્લું મરણ છે અગર કહો કે તેમનો અંતિમ આ જન્મ છે.
| (છંદ-ઈન્દ્રવંશા) लब्ध्वा कथञ्चिन्नरजन्म दुर्लभं
तत्रापि पुंस्त्वं श्रुतिपारदर्शनम् । यः स्वात्ममुक्तौ न यतेत मूढधीः
स आत्महा स्वं विनिहन्त्यसद्ग्रहात् ।।४।। ઋગ્વત્ = કોઈ પણ પ્રકારે કરીને વ: મૂહઘી = જે મૂઢમતિ કુર્તમમ્ = દુર્લભ એવો) સ્વાભિમુવી = પોતાની મુક્તિ માટે નરન” = મનુષ્યજન્મ
પતેત = પ્રયત્ન નથી કરતો નવ્વા = પ્રાપ્ત કરીને સઃ માત્મા = તે આત્મઘાતી - તત્ર પિ = તેમાં પણ મસાત્ = મિથ્યા સંસારમાં કૃતિપIRવર્ણનમ્ = વેદોના અર્થનો પાર
આસક્તિને કારણે | (વેદોનું તાત્પર્ય) જાણી શકાય સ્વમ્ = પોતાની જાતને પુત્વ = (એવા)પુરુષત્વને વિનિત્તિ = હણે છે.
(પામીને)
મનુષ્યજન્મ પ્રાપ્ત હોવા છતાં, શ્રુતિના તાત્પર્યને જાણી શકે તેવું પૌરુષત્વ હોવા છતાં, જે કોઈ આ જીવાત્માને બંધનમાંથી મુક્ત કરવા માટે પ્રયત્ન કરતો નથી, તે પોતાની જાતને હણનારો છે, આત્મઘાત કરનારો છે, આત્મહનન કરનારો છે. વાસનાથી પ્રેરાઈને, કર્તાભાવસહિત થયેલું કર્મ, જીવાત્માનું સૌથી મોટું બંધન છે. આવા કર્મો આપણે માત્ર જાગ્રત અવસ્થામાં જ કરતાં નથી, સ્વપ્નાવસ્થામાં પણ ઉપચેતન મનનું માનસિક કર્મ ચાલતું જ હોય છે. અવસ્થાભેદથી મનનાં ચાર પ્રકાર છે; ચેતન મન, અચેતન મન,