________________
નથી.વળી, કેટલાક પ્રતિષ્ઠા માટે સત્સંગમાં જતા હોય છે, તેઓ એવું ઇચ્છે છે કે “પણ ધાર્મિક છું, એવી સમાજને ખબર પડવી જોઈએ.' નિષ્કર્ષમાં, જેઓ જીવનમાં મળેલી નિષ્ફળતાથી પ્રેરાઈને, અવગતિના ભયથી પ્રેરાઈને, પ્રતિષ્ઠા માટે કે સમય પસાર કરવા માટે સત્સંગમાં જતા હોય તેમને શંકરાચાર્યજી મુમુક્ષુ કહેતા નથી. સાચો મુમુક્ષુ તે જ છે જે કેવળ મોક્ષ માટે સત્સંગમાં જાય છે. આવી મુમુક્ષા પ્રાપ્ત થતાં મોક્ષની પ્રાપ્તિ સરળ બની જાય છે. ઈશ્વરની અપાર કૃપા હોય તો જ આવી મુમુક્ષા પ્રાપ્ત થાય છે.
મનુષ્યજન્મની પ્રાપ્તિ બાદ મોક્ષપ્રાપ્તિની ઇચ્છા થવી તે બન્ને ઈશ્વરકૃપા વિના સંભવ નથી. જો કોઈને ઈશ્વરકૃપાથી મનુષ્યજન્મ અને મુમુક્ષા બન્ને પ્રાપ્ત હોય છતાં જો પથદર્શક ન મળે, તો બન્ને નકામાં અને નિરર્થક બની જાય છે. આત્મજ્ઞાનનું શ્રવણ કરાવે તેવા મહાત્મા કે ગુરુ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વસ્વરૂપનું જ્ઞાન થતું નથી. કેટલાક જ્ઞાનગુરુની પાસે જ રહેતા હોય, છતાં તેમને મોક્ષની ઈચ્છા નથી હોતી માટે જ્ઞાન થતું નથી. માટે સંતોએ ગાયું છે,
દાયણ બિચારી શું કરે, મુદ્દે હમેલ રહ્યા નથી; જ્ઞાની ગુરુજી શું કરે, છતમાં જખમ લાગ્યા નથી. અજી કૌરવો જાતે મરે, પ્રીતિ ધર્મથી અવળા ફરે; ખુદ કૃષ્ણજી ત્યાં શું કરે, મદ મોહ કામ ગયા નથી.
(સાગર મહારાજ) જગદ્ગુરુ તરીકે સ્વીકારાયેલા હોવા છતાં ભગવાન શ્રીકૃષ્ણ કૌરવોના સાથ, સંગાથ અને સાંનિધ્યમાં રહીને પણ કૌરવોને જ્ઞાનદાન આપી શક્યા નહીં. કારણકે કૌરવોનું બુદ્ધિરૂપી પાત્ર જ કાણાવાળું અને ઊંધું હતું. તેથી તેઓ ન તો જ્ઞાનગ્રહણ કરી શક્યા કે ન તો શિષ્યભાવે શરણાગતિનો સ્વીકાર કરી શક્યા. આમ, દુર્ભાગ્યે કેટલાંયને સંતસમાગમ ઉપલબ્ધ હોય છતાં સ્વયેની પાત્રતાના અભાવે ન મળે મોક્ષ કે ન થઈ શકે તે મુમુક્ષુ. મોક્ષની ઇચ્છા હોય, પણ ગુરુ ન મળે તો પણ નિરર્થક અને ગુરુ પાસે હોય, પણ મોક્ષની ઈચ્છા જ