________________
સંસ્કારો પ્રબળ હોય તો વ્યક્તિ ન ઇચ્છે છતાં પણ તેને મોક્ષમાર્ગે ખેંચી જાય છે. આપણે કોઈને મોક્ષમાર્ગે જતો અટકાવી પણ શકીએ નહીં. મોક્ષેચ્છા પૂર્વના પુણ્યકર્મોનું ફળ છે તેમાં ઈશ્વરનો અનુગ્રહ જ કારણ છે. | મુમુક્ષુઓમાં પણ કોઈને માત્ર મોક્ષ જોઈએ છે અને અન્યને મોક્ષ તો જોઈએ છે પણ સાથે સાથે જીવનના ભોગ પણ જોઈએ છે. જેના જીવનનો એવો દઢ નિશ્ચય છે કે, “મારે મોક્ષ સિવાય કંઈ જ જોઈતું નથી, મોક્ષથી વધુ ન જોઈએ, ઓછું પણ ન જોઈએ, તે જ સાચા અર્થમાં મુમુક્ષુ છે. આવી મુમુક્ષા જ, મોક્ષના અધિકારીનું લક્ષણ છે. બધા માણસોમાં આવી તીવ્ર , મુમુક્ષા હોતી નથી, તે મંદ મુમુક્ષાવાળા એવું વિચારે છે કે, જીવન ઘણું લાંબુ છે, જીવનનાં અંતિમ દિવસોમાં મોક્ષ માટે પ્રયત્ન કરીશું. આવા લોકોને મોક્ષ તો જોઈએ છે, પણ જગતના ભોગ છોડવા તૈયાર નથી. શરીર યુવાન છે ત્યાં સુધી જગતના ભોગ ભોગવવા છે, જ્યારે શરીર ભોગ ભોગવવા માટે સમર્થ નહીં રહે, ત્યારે મોક્ષ માટે પ્રયત્ન કરવાનું તેઓ વિચારે છે. સત્સંગ માટે ખાસ સમય ફાળવવાની તેમને જરૂર લાગતી નથી, પરંતુ ભોગ ભોગવતાં ભોગવતાં વચ્ચે ક્યારેક સમય મળી જાય તો સત્સંગમાં જવામાં પણ તેમને વાંધો હોતો નથી. આવી મંદ મુમુક્ષા, મોક્ષરૂપી ફળ આપવા સમર્થ થતી નથી, જેને ખરેખર મુક્ત થવું છે તેણે મુમુક્ષાને તીવ્ર બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. સત્સંગ જ તેનું ઓસડ છે, સત્સંગ કરતા રહેવાથી મુમુક્ષા તીવ્ર થતી જાય છે.
સત્સંગના ફળનો આધાર, સત્સંગમાં જવાના ઉદ્દેશ પર આધાર રાખે છે. બધા સત્સંગપ્રેમીઓનું લક્ષ્ય મોક્ષ હોતું નથી. કેટલાક જીવનમાં હતાશા, નિરાશા કે નિષ્ફળતાનું દુઃખ ઓછું કરવાના પ્રયાસને લીધે સત્સંગમાં જોડાતા હોય છે તો કેટલાક જીવનની કંટાળાભરેલી પરિસ્થિતિથી મનને વાળવા માટે સત્સંગરત થતા હોય છે, તો વળી કેટલાક ભયને લીધે સત્સંગમાં જતા હોય છે. મૃત્યુ પાસે આવતાં દરેકને ભય રહે છે કે મારી સદ્ગતિ થશે કે અવગતિ? આવા ભયને લીધે સત્સંગમાં આવનારાની આપણા દેશમાં કમી