________________
૪૩પ
अखण्डबोधम् ब्रह्म अहम् इति एव विद्धि
= અખંડ જ્ઞાનસ્વરૂપ = બ્રહ્મ છું = એમ જ જાણ.
બ્રહ્મભાવના છાંદોગ્ય ઉપનિષદના આધારે ‘તત્ત્વમસિ' જેવા મહાવાક્ય ઉપર તાત્ત્વિક, વિચક્ષણ વિચારણા બાદ એવો નિષ્કર્ષ તારવવામાં આવ્યો કે જીવ-બ્રહ્મનો અભેદ જાણી, અભેદ અને અદ્વિતીય એવા બ્રહ્મની અભેદભાવે અભયાનુભૂતિ કરવી જોઈએ. પરંતુ નવા સાધકને સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે કે બ્રહ્મની અપરોક્ષાનુભૂતિ, અભેદાનુભૂતિ, અદ્વૈતાનુભૂતિ કે અભયાનુભૂતિ કરવી કઈ રીતે? અગર બ્રહ્મસાક્ષાત્કારનો સીધો સાદો સરળ કે સુગમ ઉપાય કયો? તો તેવી શંકાના સમાધાનાર્થે સાક્ષાત્કારનો અજોડ ઉપાય દર્શાવતા બ્રહ્મભાવના દ્વારા બ્રહ્મવિચાર કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. અભેદભાવે બ્રહ્મભાવના કેવી રીતે કરવી અને તેનું ફળ શું? વગેરે વિસ્તારથી હવે પછીના લગભગ તેર(૧૩) શ્લોકો દ્વારા સમજાવે છે.
બ્રહ્મભાવના એટલે જ લૌકિક અર્થમાં આત્મવિચાર કે બ્રહ્મવિચારણા. બ્રહ્મભાવનાનો અર્થ ધ્યાન નહીં પરંતુ ધ્યાનનો પ્રયત્ન, જેને નિદિધ્યાસન કહેવામાં આવે છે. આવું નિદિધ્યાસન બ્રહ્માકાર કે અખંડાકારવૃત્તિ દ્વારા કરવું હિતાવહ છે, જેને સજાતીયવૃત્તિપ્રવાહનો અખંડિત, અસ્મલિત, તૈલધારાવત અતૂટ કે નિરંતર વિચારપ્રવાહ કહેવાય છે. તેવા સજાતીય અર્થાત્ માત્ર આત્મધર્મને કે આત્માના સ્વરૂપને, લક્ષણને દર્શાવતા વિચારોનો અનરાધાર વર્ષા જેવો મારો ચલાવવાનો કે જેથી વિજાતીયવૃત્તિપ્રવાહના કે અનાત્માના વિચારો ત્યાં ટકી શકે નહીં અને સજાતીયવૃત્તિપ્રવાહના પ્રબળ જળપ્રપાત જેવા વિચારસમૂહમાં પ્રવેશ પણ પામી શકે નહીં તેવી વિચારણાને વર્ણવતા શંકરાચાર્યજી અપરોક્ષાનુભૂતિમાં જણાવે છે કે
सजातीयप्रवाहश्च विजातीय तिरस्कृतिः । આવી જ આત્મવિચારણા કે બ્રહ્મભાવનાને શ્રી રમણ મહર્ષિ