________________
૪૩૨
તેવા ગુણધર્મો જીવ કે ઈશ્વરના મૂળ સ્વરૂપગત ગુણધર્મ નથી. આમ, માયાને લીધે જીવ અને ઈશ્વર બન્ને એકબીજાથી વિરુદ્ધ જણાય છે. તેથી પૂર્વેના ઉદાહરણ બસોડ્ય રેવત્ત: |'માં જેમ વિરોધી વાચ્યાર્થનો ત્યાગ કરેલો અને અવિરોધી લક્ષ્યાર્થનો સ્વીકાર કરેલો, તેવું કરવું અત્રે પણ યોગ્ય જ છે. તેમ કરવાથી બન્ને પદના વાચ્યાર્થમાં જણાતા વિરોધી ગુણધર્મો કે વિરુદ્ધ ઉપાધિ જેવા અંશોનો ત્યાગ થવાથી “ત' પદ અને ત્વમ્'પદના વાચ્યાર્થ જીવ કે ઈશ્વર જેવી ઉપાધિનો ત્યાગ થઈ જાય છે અને બન્ને પદમાં જે બચે છે તે નિરુપાધિક લક્ષ્યાર્થ જ હોય છે. તેથી ‘તત્ પદ અને ‘વં પદ'ના લક્ષ્યાર્થીનું ગ્રહણ કરવું જ અત્રે ઈષ્ટ લેખાશે. કારણ કે- તત્' પદનો લક્ષ્યાર્થ શુદ્ધ બ્રહ્મ અને ‘તમ્” પદનો લક્ષ્યાર્થ સાક્ષી ચૈતન્ય આત્મા છે. આ બન્નેમાં અવિરોધ કે ઐક્ય જોવા મળે છે. માટે અજહત્ લક્ષણા દ્વારા તેવા અર્થને ગ્રહણ કરવો અને જહત લક્ષણા દ્વારા વિરોધી અંશનો ત્યાગ કરવો જ ઇષ્ટ છે. આવી રીતે ‘તત્' પદ અને ‘ત્વમ્' પદના સામાનાધિકરણ્ય દ્વારા જે લક્ષિત અર્થ છે તે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ, અય, એક અને અવિરોધી છે, એવો યથાર્થ અર્થ ગ્રહણ થાય છે.
જેવી રીતે તોડ્ય રેવદ્રાઃ |' વાક્યમાં “સ:” અને ભયમ્' પદમાં બન્નેનો એક અર્થ ગ્રહણ થાય છે. તેમ તત્ત્વમસિ ' મહાવાક્યમાં જહ-અજહત્ લક્ષણા કે ભાગત્યાગ લક્ષણા દ્વારા વિચાર કરવાથી જીવ અને ઈશ્વર જેવા સોપાધિક વાચ્યાર્થનો, વિરોધી અંશ હોવાને લીધે ત્યાગ થાય છે અને અવિરોધી અંશ શુદ્ધ બ્રહ્મ અને સાક્ષી ચૈતન્ય આત્મા જેવા લક્ષ્યાર્થનો સ્વીકાર થાય છે. અર્થાત્ તત્ (તે) (માયાની ઉપાધિરહિત) શુદ્ધ પરબ્રહ્મ ત્વમ્ (તું) છે અર્થાત્ જીવરૂપી ઉપાધિરહિત સાક્ષી ચૈતન્યરૂપી આત્મા છે અર્થાત્ હે જીવ! તું ‘તે” (પરબ્રહ્મ) છે તેમ સ્વીકાર થાય છે.
તાત્પર્યમાં ‘તે તું છે' “તત્ તમ્ મસિ' એટલે કે “તે શુદ્ધ બ્રહ્મ જ ઉપાધિમુક્ત જીવ તું છે.” અગર “હે ઉપાધિમુક્ત જીવ! ત્વમ્ = તું જ નિરુપાધિક શુદ્ધ બ્રહ્મ છે” તેવો અવિરોધી લક્ષ્યાર્થ જ ભાગત્યાગ