________________
૪૩૧
બોધક છે કે લક્ષ્યાર્થ છે, તેનું ગ્રહણ કરવામાં આવે છે. આને અવિરોધી અંશનો અજહત લક્ષણો વડે સ્વીકાર કર્યો એમ કહેવાય, આ પ્રમાણે વાચ્યાર્થના વિરોધી અંશ કે ભાગનો ત્યાગ અને લક્ષ્યાર્થના અવિરોધી અંશનો સ્વીકાર કરવાથી સમજાય છે કે, “સ: = તે” અને “ભયમ્ = આ,” બન્ને પદથી જેનો ઉલ્લેખ કર્યો છે, તે દેવદત્ત તો એકનો એક જ છે. એવો અર્થ અભિપ્રેત કરતી લક્ષણાશક્તિ કે લક્ષણાવૃત્તિને ભાગત્યાગ લક્ષણો અગર જહદજહલ્લક્ષણા (જહન્દુ-અજહત્ લક્ષણા) કહેવામાં આવે છે.
હવે આપણે પ્રસ્તુત શ્લોકગત જે મહાવાક્યના બોધ કે ઉપદેશની વાત ચર્ચવામાં આવી છે તે સંદર્ભમાં ભાગત્યાગ લક્ષણા કે જહતું –અજહન્દુ-લક્ષણા લાગુ પાડીને “તત્ત્વમસિ” મહાવાક્યનો સૂક્ષ્મ, શાસ્ત્રગત અને શ્રુતિસંમત વેદાન્તવિચારનો પ્રારંભ કરીએ છીએ.
“તત્ત્વમસિ” મહાવાક્યમાં ‘તત્’ પદનો વાચ્યાર્થ અર્થાત્ ઈશ્વર, જે જગતનું કારણ છે, માયાની ઉપાધિથી માયોપાધિક કે માયાપતિ ઈશ્વર છે, અગર માયા વિશિષ્ટ ચૈતન્ય પણ કહેવાય છે, જે સૂત્રાત્મા, અંતર્યામી તરીકે પણ સંબોધાય છે. ઉપાધિના દૃષ્ટિકોણથી સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વસ્વતંત્ર, સર્વવ્યાપક, એક, સામર્થ્યવાન, કર્માધ્યક્ષ અને કર્મફળદાતારૂપે સર્વેશ્વર છે. આવો તત્ પદનો વાચ્યાર્થ ઈશ્વર માત્ર એક સ્થળે નહીં પરંતુ સર્વ સ્થળે હોવાથી સર્વદેશીય પણ છે. સર્જનહાર કે સૃષ્ટિરચયિતા હોવાથી ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એમ ત્રણેય કાળે હાજર છે. આવા “તત પદના વાચ્યાર્થની તદ્દન વિરુદ્ધ ‘ત્વમ્' પદનો વાચ્યાર્થ છે. “સ્વ” પદનો વાચ્યાર્થ
જીવાત્મા” થાય છે. અર્થાત્ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ જેવા ત્રણ જેના કાળ છે અને અવિધા જેની ઉપાધિ છે, અલ્પશક્તિમત્વ, અલ્પજ્ઞત્વ, પરિચ્છિન્નત્વ, સૂક્ષ્મત્વ, પરાધીનત્વ, અસમર્થત્વ અને ઈશ્વરનું કાર્યત્વ તથા અનેકત્વ જેવા ગુણધર્મવાળો જીવાત્મા કહેવાય છે. જે “ત્વમ્' પદનો વાચ્યાર્થ છે. આમ વિચારતાં ‘તત્’ પદઅને ‘ત્વમ્ પદ બન્નેના વાચ્યાર્થમાં વિરોધ જણાય છે. કારણ કે જીવ અને ઈશ્વરના ગુણધર્મો પરસ્પર વિરુદ્ધ છે અને