________________
૪૧૯
મહાવાક્યના ત્રણ પદમાં પ્રથમ પદનેતન્ પદ કહે છે. તેનો વાચ્યાર્થ (અર્થાત માત્ર શબ્દશ્રવણ થવાથી ઉપજતો સીધો સાદો સરળ અર્થ) ઈશ્વર છે. પરંતુ તે જ તત્ પદનો ગૂઢાર્થ, સંકેતાર્થ કે સૂક્ષ્મ વિચારણાથી મળતો જે અર્થ છે તેને લક્ષ્યાર્થ કહે છે. આમ, ‘તપદનો લક્ષ્યાર્થ શુદ્ધ બ્રહ્મ કહેવાય છે. એ જ ન્યાયે ત્વમ્ પદના પણ બે અર્થ છે. તેમાં ત્વમ્ પદનો વાચ્યાર્થ જીવાત્મા થાય છે. પરંતુ લક્ષ્યાર્થ સાક્ષી ચૈતન્ય (આત્મા) છે. જયારે ત્રીજું માસ પદ, ત અને ત્વમ્ પદને જોડવાનું કામ કરે છે. અર્થાત્ બન્નેનો અર્થ એક સરખો છે, તે બન્નેમાં સામ્ય છે, તે બન્ને પદો તત્ત્વાર્થે સમાન અર્થ ધરાવે છે, તેવું જણાવવા માટે
મણિ = છે', એવા પદનો પ્રયોગ શાસ્ત્રસિદ્ધ છે. આમ, આવા ત્રણ પદના બનેલાં મહાવાક્યનો પ્રસ્તુત શ્લોકમાં ઉલ્લેખ કરી મહાવાક્યવિચારનો હવે પ્રારંભ થાય છે.
- શ્રુતિના તત્ત્વમસિ', “તે તું છે' જેવા મહાવાક્ય દ્વારા “તે” અને ‘તું અર્થાત ત’ અને ‘ત્વમ્' જેવા બે પદથી ઈશ્વર અને જીવનો ઉલ્લેખ કરી ત' પદથી ઓળખાતો ઈશ્વર અને મ્' પદથી જણાયેલો જીવ, એ બન્ને જ્યારે પોતપોતાની ઉપાધિથી મુક્ત બને છે, ત્યારે બન્ને એક જ છે એવું વારંવાર પ્રતિપાદિત થયેલું છે.
(છંદ-ઉપજાતિ). ऐक्यं तयोर्लक्षितयोर्नवाच्ययो- નિંઘતેવો વિરુદ્ધાર્મિોઃ | खद्योतभान्वोरिव राजभृत्ययोः
ફૂપાવુરાઠ્યો: પરમાણુમેર્વે: ll ર88ા. खद्योतभान्वोः = સૂર્ય અને આગિયો, राजभृत्ययोः
= રાજા અને સેવક कूपाम्बुराश्योः
= સાગર અને કૂવો परमाणुमेर्वोः इव = મેરુ અને પરમાણુ જેવા