________________
૪૧૮
શોધતયો: = શોધન કરેલા “તત્ત્વમસિ” રૂતિ =“તે તું છે” તત્વમ્-વાપાત્ તત્ અને થતું સ્થમ્ = જે આવું
| ત્વમ્ એ બે શબ્દોથી વિમ્ = એકત્વ મિથીયમાનયો કહેવામાં આવેલું કૃત્ય પર્વ કે શ્રુતિએ જ હત્મિનોઃ તયો: = જીવ અને મુ સચ= વારંવાર સારી રીતે
બ્રહ્મ બન્નેનું પ્રતિપાદ્યતે = પ્રતિપાદન કર્યું છે.
મહાવાક્યવિચાર છાંદોગ્ય ઉપનિષદની પ્રખ્યાત શ્રુતિ દ્વારા તત્ત્વમસિ'તત્ત્વ –સ' – ‘તે-૮-છે.” એવો જે ઉપદેશ ત્રણ પદમાં આપવામાં આવ્યો, તેવા ઉપદેશને મહાવાક્ય કહેવાય છે. કારણ કે નાનું દેખાતું વિધાન ગહન, ગંભીર સંકેત આપી આત્મસાક્ષાત્કાર કરાવવાનું સામર્થ્ય ધરાવતું હોવાથી, વાક્ય નાનું હોવા છતાં તેને મહાવાક્ય કહેવામાં આવે છે. જો શ્રવણ કરનાર મુમુક્ષુ કે શિષ્ય, ઉત્તમ અધિકારી હોય અને મહાવાક્યનો ઉપદેશ કરનાર, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ હોય તો આવા મહાવાક્યના ઉપદેશશ્રવણથી જ શ્રોતાને સાક્ષાત્કાર થઈ શકે તેમ છે. આવા મહાવાક્ય દ્વારા જ શ્રવણ કરનાર શ્રોતાને ઉપદેશાયું છે કે, “તું અજ્ઞાનથી તને જીવ સમજે છે પરંતુ તે તારી ભ્રાંતિ માત્ર છે. તને તારા આતંરસ્વરૂપનું વિસ્મરણ થયું છે અને શરીરતાદામ્યથી જ તે જીવભાવ ઉત્પન્ન કર્યો છે. તારા નિજસ્વરૂપનું તું સ્મરણ કર. દેહતાદાત્મ તોડી દે તો અવશ્ય મહાવાક્યના ઉપદેશ દ્વારા તને સમજાશે કે તને ભ્રાંતિમાં જીવ માનનાર તું ત્વમ્ વાસ્તવમાં જીવ નથી, પણ જેને અનાદિ-અનંત બ્રહ્મતત્ત્વ કહેવાય છે તે = , તુંત્વમ્, છે-સ”. આમ, આવા નાના વાક્યમાં જીવને બ્રહ્મરૂપે જાણવાનું સામર્થ્ય છે, જીવ-બ્રહ્મની એકતા પ્રસ્થાપિત કરવાની ક્રિયા વગરની કળા છે, જન્મોજન્મના ભ્રાંતિજન્ય જીવભાવની નિવત્તિનો સમૂળ ઉપાય છે, દેહતાદાભ્ય તોડવાનું પ્રબળ બળ છે, ભવબન્યથી છૂટવાનો અજોડ કીમિયો છે, શરીરને છોડ્યા વગર જીવતાં જ મુક્ત થવાનો સંદેશ છે. માટે છાંદોગ્ય ઉપનિષદના તત્ત્વમસિ' જેવા નાના વાક્યને મહાવાક્ય કહેવાય છે.