________________
यत्
इदम्
= આ
कलम् સમસ્ત
विश्वम्
=
= જગત
अज्ञानात्
અજ્ઞાનને લીધે
નાનાપમ્ = જુદાં જુદાં રૂપે
=
૩૯૬
प्रतीतम् દેખાય છે. તત્ સર્વમ્ = તે બધું જ પ્રત્યસ્તાશેષમાવનાવોષમ્ – સમસ્ત
=
ભાવનાઓના દોષનો
=
જ્યાં અંત આવે છે
(તેવું) બ્રહ્મ જ છે:
ब्रह्म एव
બ્રહ્મ અને બ્રહ્માંડનું ઐક્ય
અદ્વિતીય આત્મા જ એક અને અભેદ રૂપે જગતનું અધિષ્ઠાન હોવાથી અને જગત આત્મા ઉપર આરોપરૂપે જ અસ્તિત્વ ધરાવતું હોવાથી સ્પષ્ટ થાય છે કે, આરોપની સત્તા કે અસ્તિત્વ બ્રહ્મ જેવા અધિષ્ઠાનથી ભિન્ન, સ્વતંત્ર રીતે સંભવી શકે જ નહીં. જેમ ભ્રાંતિમાં જણાયેલો સર્પ નથી દોરીથી ભિન્ન કે તસુમાત્ર જુદો. કારણ કે હકીકતે ભ્રાંતિજન્ય સર્પને તેના અધિષ્ઠાન રજુથી સ્વતંત્ર સત્તા કે અસ્તિત્વ હોઈ શકે નહીં. તેવા સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં પ્રસ્તુત બે શ્લોકમાં જણાવાયું છે કે, પોતાના બ્રહ્મસ્વરૂપથી કે આત્મસ્વરૂપથી અન્ય કોઈ પણ વસ્તુનું તાત્ત્વિક, યથાર્થ કે સત રૂપે અસ્તિત્વ હોઈ શકે જ નહીં. કા૨ણ કે બ્રહ્મ કે આત્મા એક જ સત્ય કે નિત્ય વસ્તુ છે અને તેથી જ વિલક્ષણ કે અતિરિક્ત જે કંઈ છે તે અસત, આરોપ કે મિથ્યારૂપે જ અનુભવાય છે. આમ હોવાથી જ આત્મસ્વરૂપથી અન્ય, સર્વ વસ્તુનો અભાવ જ સિદ્ધ છે. માત્ર આત્મા જ શાશ્ર્વત ભાવસ્વરૂપ છે. માટે બ્રહ્મ કે આત્માને જ સૌથી શ્રેષ્ઠ અને અદ્વિતીય ગણવામાં આવે છે. આવા દ્વૈતરહિત આત્મતત્ત્વનો પોતાના નિજસ્વરૂપે સાક્ષાત્કાર કરવાથી કે અભેદભાવે આત્માનો અપરોક્ષ અનુભવ કરવાથી પારમાર્થિક તત્ત્વનું જ્ઞાન થાય છે અને તેવા પારમાર્થિક જ્ઞાન દ્વારા જ સમજાય છે કે ન હિ અન્યત્ ગતિ વિશ્વિત્’ ‘આત્મતત્ત્વ કે બ્રહ્મ સિવાય અહીં અન્ય બીજું કાંઈ જ રહેતું કે હોતું નથી.’ આમ પા૨માર્થિક સમ્યક્ તત્ત્વબોધમાં તમામ દ્વૈત પ્રપંચની નિવૃત્તિ થાય છે તેવું સમજાવ્યું છે.
આમ વિચારતાં આત્મા અને જગતની અગર બ્રહ્મ અને
=