________________
૩૯૪
તથા જ્ઞાનસ્વરૂપ કોઈ કાળે નાશ પામતું નથી. એવા અંત રહિત સત અને ચિત જેવા બ્રહ્મને અનંત કહેવાય છે. બ્રહ્મનો “આદિ ન હોવાથી અંત હોઈ શકે નહીં. તે જ ન્યાયે બ્રહ્મને નથી પ્રાગભાવ કે તેનો ન હોઈ શકે પ્રર્વાસાભાવ. આમ, જેનો અભાવ નથી તેનો ન હોય જન્મ કે ન હોઈ શકે વિનાશ. માટે બ્રહ્મતત્ત્વ અનંત કે અવિનાશી છે. ઉપરાંત બ્રહ્મ તો નિત્ય છે, સૂક્ષ્મ છે, અવિકારી છે અને અજન્મા કે શાશ્વત હોવાથી તેના અંતની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તેથી તે સંદર્ભે ગીતાજીમાં કહ્યું છે કે “अजो नित्यः शाश्वतोऽयं पुराणः”
- (ભ.ગીતા.અ-૨/૨૦) “આ (આત્મા) અજન્મા, નિત્ય, શાશ્વત અને પુરાણરૂપ છે.” ઉપરાંત
"नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः । । न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः ॥"
(ભ.ગીતા.અ-૨/૨૩) “આ (આત્માને) શસ્ત્રો છેદી શકતાં નથી, એને અગ્નિ બાળી શકતો નથી, તેને પાણી ભીંજવી શકતું નથી કે પવન સૂકવી શકતો નથી.”
આમ હોવાથી બ્રહ્મમાં નથી ક્ષય, નથી નાશ કે નથી તેનો કોઈ પણ કાળે અનુભવાતો અભાવ કે બાધ. માટે જ બ્રહ્મને અનંત કહેવાય છે. બ્રહ્મનો આકાર ન હોવાથી તે અસીમ છે અર્થાત્ આકાર કે સીમા દ્વારા પણ દેશમાં તેનો અંત જણાતો નથી અને તે જ પ્રમાણે બ્રહ્મને મૃત્યુ કે વિનાશ સ્પર્શતા નથી, તેથી કાળમાં પણ તેનો અંત નથી. તદુપરાંત બ્રહ્મ તો અખંડ, એકરસ અને અભેદતત્ત્વ છે તેથી સજાતીય, વિજાતીય કે સ્વગત ભેદ દ્વારા પણ બ્રહ્મનો અંત આણી શકાય તેમ નથી કે બ્રહ્મને ખંડ-ખંડમાં વિભાજીત કરી એકબીજાથી તેમનો અંત ઉપજાવી શકાય તેમ નથી. માટે જ અત્રે બ્રહ્મ અનંત છે તેવું જણાવ્યું છે. આવું સત્ય, જ્ઞાન અને અનંતસ્વરૂપ બ્રહ્મતત્ત્વ પરમ શુદ્ધ છે તેમાં સત્ત્વ, રજસ કે તમસ જેવા ગુણોની અશુદ્ધિ નથી અગર