________________
(છંદ-ગીતિ)
सत्यं ज्ञानमनन्तं ब्रह्म विशुद्धं परं स्वतः सिद्धम् । नित्यानंदैकरसं प्रत्यगभिन्नं निरन्तरं जयति ॥ २२७॥
ब्रह्म
सत्यम्
ज्ञानम्
अनन्तम् विशुद्धम् વિશુદ્ધ
परम्
=
=
=
=
=
બ્રહ્મ
સત્ય,
જ્ઞાનરૂપ
અનંત
=
૩૯૩
શ્રેષ્ઠ અને
स्वतः सिद्धम् = સ્વતઃ સિદ્ઘ, નિત્યાનંવૈરતમ્ = નિત્ય, આનંદરૂપ રસવાળું
=
પ્રત્ય-મમિત્રમ્ = અંતરાત્માથી અભિન્ન निरन्तरम् નિરંતર
जयति
વિજયી બનનારું(છે.)
=
=
જે પરબ્રહ્મનો સાક્ષાત્કા૨ ક૨વો જોઈએ તે બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ જણાવતાં અત્રે તૈત્તિરીય ઉપનિષદમાંથી સૂત્રરૂપે સંદર્ભની નોંધ લેવામાં આવી છે. “સત્ય જ્ઞાનમનન્ત બ્રહ્મ / યો વેવ નિહિત મુહાયામ્ ।” બુદ્ધિરૂપી ગુહામાં સ્થિત સત્ય, જ્ઞાન અને અનંતરૂપ બ્રહ્મને જે જાણે છે.' તે બ્રહ્મ સાક્ષાત્કાર કરવાને યોગ્ય છે. (તૈ.ઉ.બ્રહ્માનંદવલ્લી-૧) અર્થાત્ બ્રહ્મ ત્રણે કાળે રહેનારું છે માટે સત સ્વરૂપે છે. પરંતુ તેનો દેશ, કાળ તથા સજાતીય, વિજાતીય કે સ્વગત ભેદ દ્વારા પરિચ્છેદ થતો નથી. માટે બ્રહ્મ દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન છે. આમ હોવાથી જ બ્રહ્મનો કોઈ કાળે અભાવ થતો નથી. માટે તેને સત્યમ્ એવું કહેવાયું છે. આવું બ્રહ્મતત્ત્વ પ્રાગભાવ અને પ્રÜસાભાવથી મુક્ત હોઈ ત્રણે કાળે રહેનારું સત્ તત્ત્વ કહેવાય છે. આવું બ્રહ્મતત્ત્વ જડ કે ચૈતન્યવિહોણું નથી, તેવું સમજાવવા જ તેને જ્ઞાનસ્વરૂપ કહ્યું છે..બ્રહ્મ, સ્વયંજ્યોતિ હોઈ પોતે પોતાને પોતા દ્વા૨ા તો જાણે જ છે પરંતુ અન્યને જાણવા માટે પણ પોતે સ્વતંત્ર હોવાથી કોઈની પણ મદદ વિના પિંડથી બ્રહ્માંડ સુધીના સૌ કોઈને જાણે છે. તે અવસ્થાત્રય સાક્ષી હોવાથી, તથા તમામ પ્રાણીપદાર્થના ભાવ કે અભાવનો જ્ઞાતા હોવાથી, અને તેનાથી કંઈ પણ છાનું-છુપું ન હોઈ અર્થાત્ સર્વનો અંતર્યામી થઈ બ્રહ્મ સૌ કોઈને સર્વ રીતે જાણતો હોવાથી તેને જ્ઞાનસ્વરૂપ કહેવામાં આવે છે. બ્રહ્મનું સત્સ્વરૂપ