________________
૩૯૨
विद्वान्
= જ્ઞાની પુનઃ
= ફરીથી संसृत्यै = જન્મ-મરણરૂપી સંસારમાં તુ ન માવર્તત = આવતો જ નથી. મત: માત્મનઃ = પોતાની વામિત્રત્વમ્ = બ્રહ્મ સાથેની એકતા સગવદ્ વિજ્ઞાતવ્યમ્ = સારી રીતે સમજવી.
= માટે
જીવ અને બ્રહ્મના અભેદ જ્ઞાન દ્વારા વિદ્વાન પુરુષ બ્રહ્મીભૂત અર્થાત્ બ્રહ્મસ્વરૂપ જ થઈ જાય છે અને તે જ કારણે તે જન્મ-મૃત્યુના સંસારચક્રથી મુક્ત થઈ જાય છે. તેથી વારંવાર જન્મી કે અનેક યોનિઓમાં પરિભ્રમણ કરી, તેને ન તો માતાના ગર્ભમાં પુરાવું પડે છે કે શરીરને સ્મશાનમાં ભસ્મીભૂત કરવું પડે છે. આમ હોવાથી જ્ઞાની જન્મ-મરણના આવર્તનમાંથી છૂટી જાય છે. તેને સંસારબંધનથી મુક્તિ કે મોક્ષ કહેવાય છે. માટે જ શ્રુતિએ ગાયું છે કે, “ર સ પુનરાવર્તત ર સ પુનરાવર્તત ” (નિરાલંબોપનિષદ) “તે ફરીથી જન્મતો નથી. તે પુનઃ જન્મતો જ નથી.” જન્મ-મરણની નિવૃત્તિરૂપી મોક્ષને ગીતામાં પરમપદ કહ્યું છે અને જણાવ્યું છે કે જન્મ-મૃત્યુના આવર્તનરહિત પરમપદને પ્રાપ્ત કરી ચૂકેલો પુનઃ જન્મ-મૃત્યરૂપી સંસારમાં પ્રવેશ પામતો નથી. "यद् गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम ।"
[ભ.ગીતા-અ.૧૫-૫] આવો મહાન છે આત્મજ્ઞાનનો મહિમા ! માટે જ મુમુક્ષુએ બ્રહ્મ સાથેની પોતાની એકતા સારી રીતે સમજવી જોઈએ અગર જ્ઞાનના બળે જીવભાવને દૂર કરી બ્રહ્મ સાથે અપરોક્ષ રીતે અભેદાનુભૂતિ અનુભવવી જોઈએ.