________________
૨૪
પણ અશક્ય નથી. વેદે કહેલાં વિધિ અને નિષેધોનું પાલન કરતાં કરતાં ધાર્મિક જીવન જીવી શકાય તેમ છે અને એટલા જ માટે ચાર પુરુષાર્થોમાં ધર્મ પ્રથમ છે. વૈદિક આદર્શો પ્રમાણે જીવન જીવવનો જેનો નિશ્ચય છે તેને અહીં વૈદિકધર્મપરાયણ કહ્યો છે,તેનો જ મોક્ષમાં અધિકાર છે.
विद्वत्वं अस्मात् परम् ।
‘વિદ્વત્તા એનાથી પણ પ૨ છે.’ વિદ્વત્તા પ્રાપ્ત કરવી એટલે માત્ર શાસ્ત્રના પોથાં કે થોથાં યાદ રાખવાં એવો અર્થ નથી. શાસ્ત્રોના શબ્દોને છોડી તાત્પર્યને ગ્રહણ કરનારો જ સાચો વિદ્વાન છે. શાસ્ત્રનું તાત્પર્ય સમજીને આવો વિદ્વાન દરેક વસ્તુને તત્ત્વથી જાણે છે માટે તે તત્ત્વદર્શી પણ કહેવાય છે. જે તત્ત્વદર્શન કરે છે તે જ સમ્યગ્દર્શી થઈ શકે છે.જે વિદ્વાન નામ અને આકારનો બાધ કરીને અંતરાત્માને જોનારો સમ્યગ્દર્શી છે તેને કૃષ્ણ ભગવાન પંડિત કે વિદ્વાન કહે છે. પણ્ડિતાઃ સમવર્શિનઃ । (ભ.ગીતા-૫/૧૮) આવી સમદૃષ્ટિ જ તત્ત્વાર્થે વિદ્વત્તા છે, જેની પ્રાપ્તિ અત્રે દુર્લભ કહેવામાં આવી છે. આત્માનાત્મવિવેચનમ્ ।આત્મા અને અનાત્માનો વિવેક દુર્લભ છે. શ૨ી૨ને હું માનવાને લીધે જ આપણે સંસારને પ્રાપ્ત થયા છીએ. ખરેખર શરીર અનાત્મા છે અને આત્મા શરીરથી જુદો જ્ઞાનસ્વરૂપ છે. આત્મા અને અનાત્માનો ભેદ ન જાણવાને લીધે અજ્ઞાનવશ આપણે પોતાને શરીર માની લીધું છે. હવે આ અજ્ઞાનનો નાશ કરવા સૂક્ષ્મબુદ્ધિ દ્વારા આત્માને અનાત્માથી જુદો કરીને જાણવો જોઈએ. સૂક્ષ્મબુદ્ધિ દ્વારા આત્મા અને અનાત્માને પૃથક જાણવાની શક્તિને અત્રે આત્માનાત્મવિવેક કહ્યો છે. વિવેક દ્વારા આત્માને અનાત્માથી જુદો જાણીને, સ્વસ્વરૂપનો અનુભવ ક૨વો એનાથી પણ દુર્લભ છે, માટે કહ્યું કે સ્વનુભવઃ ટુર્નમઃ । સ્વસ્વરૂપનો અનુભવ કે સાક્ષાત્કાર અતિ દુર્લભ છે. અંતે જીવ-બ્રહ્મના ઐક્યરૂપી બ્રહ્મનિષ્ઠાની પ્રાપ્તિ દુર્લભતમ છે, દુર્લભતાની પરાકાષ્ઠા છે.
નિષ્કર્ષમાં અત્રે સમજવાનું કે જીવ બ્રહ્મ જ છે એવું જ્ઞાન નહીં થાય તો સો કરોડ જન્મો સુધી પણ મુક્તિ પ્રાપ્ત થાય તેમ નથી. અનેક