________________
૨૩
આગળ વધીને કહીએ તો નિરંતર, પરબ્રહ્મનું ચિંતન-મનન કરનારો, બ્રહ્મમાં રમણ કરનારો બ્રાહ્મણ છે. માટે અત્રે આપણે સમજવાનું કે વિપ્ર થવું અર્થાત્ વિદ્યાપરાયણ થવું. અવિદ્યાનો નાશ કરવા જ્ઞાનમાર્ગે પ્રયાણ કરનારો જ બ્રાહ્મણ કહેવાય છે. એવા બ્રાહ્મણ થવું દુર્લભ છે, એવો શાસ્ત્રનો અભિપ્રાય છે. तस्मात् वैदिकधर्ममार्गपरता दुर्लभा ।
તેનાથી પણ વૈદિકધર્મપરાયણતા દુર્લભ છે. વૈદિકધર્મપરાયણતા અર્થાત્ વૈદિકધર્મનું અનુસરણ કરવું. આપણે આપણા ઘરની દીવાલો પર હિંસા પરમો ધર્મ: I', “સત્યમેવ જયતે I', “માતૃદેવો ભવ !',
માવાયવો ભવ ', “પિતૃદેવો ભવ !”, “ગતિથિવો ભવ !' ઇત્યાદિ વૈદિક સૂત્રો લટકાવીએ છીએ, પરંતુ માત્ર સૂત્રો લટકાવવાથી વૈદિકધર્મપરાયણ થઈ શકાય નહીં. મોટાભાગના લોકોના જીવનમાં આદર્શ અને આચરણ વચ્ચે બહુ મોટો સંઘર્ષ હોય છે. આદર્શ પ્રમાણે આચરણ કરવું સહેલું નથી એટલા જ માટે અહીં કહેવામાં આવ્યું છે કે વૈદિક ધર્મપરાયણ થવું દુર્લભ છે. આ એક એવો માર્ગ છે જ્યાં ધર્મથી વિમુખ થઈને ચાલી શકાય તેમ નથી. મોક્ષના અધિકારી બનવું હોય તો અહિંસાનું પાલન, સત્ય બોલવું, વિગેરે શાસ્ત્રોક્ત સિદ્ધાંતો જીવનમાં રાખવા જ પડશે. વેદો પ્રમાણે જીવન જીવવા માટે શંકરાચાર્યજીએ સાધનપંચકમાં બતાવેલા માર્ગને અનુસરવું પડશે.
"वेदो नित्यमधीयतां तदुदितं कर्म स्वनुष्ठियतां तेनेशस्य विधियतामपचितिः काम्ये मतिस्त्यज्यताम् ।"
“વેદોનું નિત્ય અધ્યયન કરવું, તેમાં કહેલા કર્મોનું સારી રીતે આચરણ કરવું, તે કર્મો વડે ઈશ્વરની અર્ચના કરવી અને કામ્યકર્મોનો ત્યાગ કરવો.” વેદપરાયણ થવા સૌથી પ્રથમ વેદોનું અધ્યયન કરવું પડશે અને ત્યારબાદ વેદોએ બતાવેલાં કર્મોનું અનુષ્ઠાન કરવાનું છે, અર્થાત્ વેદોએ જેને વિહિત કહ્યાં છે તે કર્મો કરવાના અને જેનો નિષેધ કર્યો છે તે કર્મોનો ત્યાગ કરવાનો છે. વેદોએ કહેલાં વિધિનિષેધોનું પાલન કરવું મુશ્કેલ અવશ્ય છે