________________
૩૮૬
માની બેસે છે અને આત્મારૂપી બિંબને જાણતો જ નથી અર્થાત્ બુદ્ધિરૂપી જળમાં પડેલા ચૈતન્ય-આત્માના પ્રતિબિંબને કે જે ચિદાભાસ અગર જીવાત્માથી ઓળખાય છે, તેને જ આત્મા માની બેસે છે. પોતાના અવિવેક કે અજ્ઞાનમાં, પોતે શુદ્ધ, નિર્વિકારી, નિરુપાધિક, અકર્તા અને અભોક્તા હોવા છતાં મૂઢબુદ્ધિ દ્વારા પોતાને વિકારી, જીવની ઉપાધિવાળો કર્તા અને ભોક્તા માની બંધનમાં પડે છે. માટે અત્રે સંકેત એવો જ છે કે અજ્ઞાનીએ જીવને આત્મા માનવાની મૂઢતા કે અજ્ઞાનતા દૂર કરવી જોઈએ અને આત્મા-અનાત્માવિવેક દ્વારા પ્રતિબિંબ જેવા જીવભાવનો ત્યાગ કરીને આત્મભાવે, “હું સચ્ચિદાનંદ છું', તેવી જ આત્મવિચારણા સાક્ષાત્કારાર્થે કરવી જોઈએ.
| (છંદ-ઉપજાતિ) घटं जलं तद्गतमर्कबिम्बं विहाय सर्वं विनिरीक्ष्यतेऽर्कः । तटस्थ एतत् त्रितयावभासकः स्वयंप्रकाशो विदुषा यथा तथा ॥२२१॥ देहं धियं चित्प्रतिबिम्बमेतं विसृज्य बुद्धौ निहितं गुहायाम् । द्रष्टारमात्मानमखण्डबोधं सर्वप्रकाशं सदसद्विलक्षणम् ॥२२२॥ नित्यं विभुं सर्वगतं सुसूक्ष्ममन्तर्बहिः शून्यमनन्यमात्मनः । विज्ञाय सम्यनिजरूपमेतत् पुमान् विपाप्मा विरजो विमृत्युः ॥२२३॥ ઘ૮ નાં તત્ત સર્જવિપ્નમ્ = ઘડો, જળ અને તેમાં પડેલું
સૂર્યનું પ્રતિબિંબ सर्वं विहाय
= (આ) સર્વેનો પરિત્યાગ કરીને यथा विदुषा
= જેમ વિદ્વાન પતતુ તટસ્થ: ત્રિતયાવાસ: = આ ત્રણેને તટસ્થ રહી પ્રકાશનારા स्वयंप्रकाशः
= સ્વયંપ્રકાશ
ઉર્જ
= સૂર્યને
विनिरीक्ष्यते
જુએ છે, = તેમ
तथा