________________
૩૬૭
તેવા નિષ્કર્ષ ઉપર વિચારણા કર્યા બાદ, અત્રે બે શ્લોક દ્વારા સમજાવવામાં આવે છે કે અનાદિ જીવભાવ બુદ્ધિરૂપી ઉપાધિના સંબંધથી જ ઉત્પન્ન થાય છે. અર્થાત્ બુદ્ધિરૂપી ઉપાધિ સાથે ખોટું તાદાભ્ય કરવાથી, આત્માને જ જીવ માનવારૂપી કલ્પના કરી, નિરુપાધિક આત્મામાં બુદ્ધિ કે ઉપાધિનો આરોપ કરવામાં આવે છે. તેથી જ ભ્રાંતિ કે અજ્ઞાનમાં, આત્મામાં જીવભાવની કલ્પના થાય છે. તે સિવાય જીવભાવનું કોઈ સ્વતંત્ર કે સાચું કારણ હોઈ શકે નહીં. કારણ કે જીવ પોતે આત્માથી ભિન્ન કે જુદો નથી અને આત્માથી સ્વતંત્ર રીતે જીવભાવનું કદાપિ વિલક્ષણ અસ્તિત્વ હોઈ શકે નહીં. માટે જ સમજવું જોઈએ કે આત્માને જીવ સાથે કોઈ સંબંધ છે જ નહીં, હોઈ શકે નહીં. સંબંધ તો બે ભિન્ન ભિન્ન વસ્તુઓ વચ્ચે હોય છે. તત્ત્વાર્થ તો જીવ અને આત્મા એક જ છે. છતાં બન્ને વચ્ચે જો કોઈ સંબંધ જણાતો હોય તો, તે માત્ર મિથ્યાજ્ઞાનને લીધે, ખોટા તાદાત્મને લીધે, આત્મા પર જીવભાવના આરોપને લીધે કે બુદ્ધિ સાથેના તાદાભ્યસંબંધને લીધે જણાય છે. આવા સંબંધને આધ્યાસિક અથવા અધ્યાસરૂપી ભ્રાંતિને લીધે ઊભો થતો સંબંધ કહેવાય છે. જેને સૉંથો કાલ્પનિક સંબંધ કે સંબંધ વિનાનો સંબંધ (RELATIONLEss RELATIONSHIP) પણ કહે છે. માટે જ પ્રસ્તુત શ્લોકમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આવો સંબંધ માત્ર સમ્યક જ્ઞાન દ્વારા જ નિવૃત્ત થઈ શકે તેમ છે. તે સિવાય આવા ભ્રાંતસંબંધનો બાધ કરવા અન્ય કોઈ પણ ઉપાય થઈ શકે તેમ નથી. તેથી મુમુક્ષુએ સમજવું કે બ્રહ્મ કે આત્માના એકત્વવિજ્ઞાન વગર અર્થાત્ જીવ અને બ્રહ્મ બન્ને એક, અભેદ અને અદ્વિતીય છે તેવા સમ્યફ જ્ઞાન કે ઉત્કૃષ્ટ બોધ વગર “જીવ અને બ્રહ્મ અગર જીવ અને આત્મા બન્ને જુદા છે', “બે વચ્ચે સંબંધ છે', એવી ભ્રાંતિ દૂર થઈ શકે તેમ નથી. માટે સમજવું કે જીવ અને બ્રહ્મ વચ્ચે નથી જુદાઈ, નથી ભેદ, નથી કોઈ સંબંધ, પરંતુ બ્રહ્મ અને જીવાત્મા એક જ છે; એવા વિજ્ઞાનને જ શ્રુતિના મતે શ્રેષ્ઠજ્ઞાન કે સમ્યફ બોધ કહેવામાં આવે છે.
| (છંદ-અનુપ) तदात्मानात्मनोः सम्यविवेकेनैव सिध्यति । ततो विवेकः कर्तव्यः प्रत्यगात्मासदात्मनोः ॥२०५॥