________________
૩૬૫
છે અર્થાત સ્વપ્નસૃષ્ટિના નાશ પછી થતો અભાવ. આમ, સ્વપ્નના પદાર્થો, પાત્રો કે સંપત્તિ, વિપત્તિ, સ્વપ્ન પૂર્વેનહોતી અને સ્વપ્ન પૂરું થયા બાદ જાગૃતિમાં પણ રહેતી નથી, માટે સ્વપ્નસૃષ્ટિ અને તેના પદાર્થો સર્વ કંઈ નિત્ય કે સત નથી પરંતુ અનિત્ય અને અસત છે, તેવું સાબિત થાય છે. તેવું જ જાગ્રત અવસ્થાની અવિદ્યા કે અજ્ઞાનકાળે જે પ્રાણી, પદાર્થો કે સંપત્તિ, વિપત્તિ સત્ય જણાય છે તેમાંનું કંઈ પણ જ્ઞાનકાળે અર્થાત્ આત્મજ્ઞાન થતાં સત્ય કે નિત્ય જણાતું નથી જ પરંતુ વિનાશી અલ્પજીવી, અસત અને મિથ્યા જણાય છે. ઉપરાંત, અજ્ઞાનકાળે જે કંઈ અનુભવેલું તેમાંનું કંઈ પણ જાગ્રતિ પૂર્વેની સુષુપ્તિમાં તો હોતું જ નથી. આમ, જાગ્રતકાળના અજ્ઞાનમાં જે કંઈ અનુભવ્યું તે જાગ્રતિ પૂર્વે તો નહોતું અને જ્ઞાનકાળે પણ હોતું નથી. આમ, પૂર્વે અને પછી બંને કાળે તેનો અભાવ સર્જાય છે. તેથી સ્પષ્ટ છે કે જીવભાવે રચાયેલી જીવસૃષ્ટિ, સ્વયં જીવભાવ સાથે માત્ર અજ્ઞાનકાળે જ સત્ય જણાય છે અને આવી જીવસૃષ્ટિને કે જીવભાવને ભલે અનાદિ કહેવાય છતાં જ્ઞાનકાળે તેનો પ્રäસાભાવ થતો હોવાથી અને સુષુપ્તિમાં જીવભાવનો કે જીવસૃષ્ટિનો સદંતર અભાવ હોવાથી જીવભાવ કે જીવસૃષ્ટિ અનાદિ હોવા છતાં અનંત હોઈ શકે નહીં, અવિનાશી થઈ શકે નહીં. માટે જ મુમુક્ષુએ સમજવું કે જીવભાવ અને તેના દ્વારા રચાયેલી જીવસૃષ્ટિ અનાદિ અને સાન્ત છે. સ્વપ્નની જેમ પ્રાગભાવ અને પ્રધ્વસાભાવયુક્ત છે તથા તે જ ન્યાયે તે બંનેની સત્તા સ્વપ્ન જેમ પ્રતિભાસિક છે. આમ હોવાથી નથી જીવભાવ સત્ય કે નિત્ય. ન હોઈ શકે જીવસૃષ્ટિ પણ અવિનાશી કે અનંત.
| (છંદ-અનુષ્ટ્રપ) यबुद्ध्याधुपाधिसम्बन्धात् परिकल्पितमात्मनि ॥२०२॥ जीवत्वं न ततोऽन्यत्तु स्वरूपेण विलक्षणम् । સભ્ય: સ્વાત્મનો યુદ્ધયા મિથ્યાજ્ઞાનપુર:સર: //ર૦રી વૃદ્ધિ-માટે-૩પપ-સમ્બન્યાહૂ = બુદ્ધિ વગેરે ઉપાધિના સંબંધથી आत्मनि
= આત્મામાં परिकल्पितम्
= કલ્પાયેલું