________________
19
આ શાસ્ત્રને, આ પરંપરાને, આ દેશની સંસ્કૃતિને નમન કરવાની જરૂર છે કે જેમાં કોઈ પણ ભેદભાવ વિના આત્મજ્ઞાનનો રસ્તો, સર્વ સમક્ષ સરિયામ ખુલ્લો મુકવામાં આવેલો છે. તતઃ વિકતા તુર્તમાં |
“વિપ્રતા દુર્લભ છે અર્થાત બ્રાહ્મણ થવું મુશ્કેલ છે. અહીં બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લઈને બ્રાહ્મણ થવાની વાત નથી. કોણે ક્યાં જન્મ લેવો એ કંઈ કોઈના પોતાના હાથની વાત નથી. “વિપ્રતા' શબ્દનો અર્થ તત્ત્વના સંદર્ભમાં જ થવો જોઈએ. વિપ્ર અર્થાત્ બ્રાહ્મણ, તેનો પર્યાય શબ્દ દ્વિજ છે. જેનો જન્મ બે વખત થયો છે તે દ્વિજ કહેવાય છે. માતાની કૂખે જન્મ થયો તે તેનો પહેલો જન્મ છે. ત્યારબાદ અવિદ્યાના ગર્ભમાંથી મુક્ત થઈને જ્ઞાનમાં પ્રવેશ કરે છે ત્યારે એનો બીજો જન્મ કહેવાય છે. ભગવદ્દગીતાએ ખૂબ જ સ્પષ્ટ કહ્યું છે કે જન્મથી કોઈ બ્રાહ્મણ છે જ નહીં. જન્મથી કોઈ ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર પણ નથી. જન્મથી કોઈપણ વ્યક્તિની જાતિ નક્કી થઈ શકે નહીં. “વાતુર્વર્થ મયા કૃષ્ણ ગુણવિમાનઃ ” (ભ.ગીતા- ૪/૧૩) “ગુણ અને કર્મના વિભાગ પ્રમાણે ચાર વર્ણોની રચના મારા દ્વારા થઈ છે.” વર્ણવિભાગની રચના કરનાર સ્વયં શ્રીકૃષ્ણ ભગવાન જ કહે છે કે, મેં વ્યક્તિના ગુણ અને કર્મને લક્ષ્યમાં રાખીને જ ચારે વર્ણોની રચના કરી છે. જે વ્યક્તિના જેવા ગુણ હોય તેવાં તેના કર્મ હોય છે અને કર્મ પ્રમાણે જ તેમનો વર્ણ નક્કી થાય છે. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લેનાર બ્રાહ્મણ જ હોય તેવું જરૂરી નથી, તેમ જ શૂદ્ર કુટુંબમાં જન્મ લેનાર શૂદ્ર જ હોય તેવું પણ નથી. માત્ર ગીતામાં જ નહીં ઉપનિષદોમાં પણ આવું જ કહેવાયું છે. બૃહદારણ્યક ઉપનિષદમાં ઋષિ યાજ્ઞવક્ય ગાર્ગીને સંબોધીને બ્રાહ્મણની વ્યાખ્યા આપે છે. “यो वा एतदक्षरं गार्गी विदित्वा अस्माल्लोकात् प्रैति स ब्राह्मणः । "
હે ગાર્ગી ! જે કોઈ આ અવિનાશી પરબ્રહ્મને જાણીને આ લોકથી જાય છે તે બ્રાહ્મણ છે.” કોઈ પણ વ્યક્તિ ભલે ગમે તે કુળમાં જન્મી હોય, પણ જો મરતાં પહેલાં પરબ્રહ્મને જાણી લે તો તે બ્રાહ્મણ કહેવાય છે. આ શાસ્ત્રપ્રમાણ