________________
૩૬૧
કે બ્રહ્મ જ છે છતાં મિથ્યાજ્ઞાનરૂપી ભ્રાંતિથી જ તેનામાં જીવભાવ જન્મે છે, તેથી જીવભાવ અનાદિ હોવા છતાં જ્ઞાનકાળે તેનો નાશ થાય છે. આમ વિચારતાં, જીવભાવ અનાદિ અને સાન્ત છે, જ્ઞાનમાં તેનો બાધ શક્ય છે. માટે જ જીવભાવ સત્ય નથી પણ અજ્ઞાનીને અજ્ઞાનકાળે અવિદ્યાથી જન્મેલી નરી ભ્રાંતિ જ છે.
નિષ્કર્ષમાં, જીવ ટકે કેટલો? જીવાત્મા રહે ક્યાં સુધી? તેવા પ્રશ્નના ઉત્તરમાં સમજવું કે જેમ અંધારું ટકે ત્યાં સુધી સર્ષ કે તેનો ભય ટકી શકે. તેમ અજ્ઞાન કે પ્રમાદરૂપી અંધારું હોય ત્યાં સુધી જ જીવ, જીવભાવે જીવી શકે અને ત્યાં સુધી જ તેને અનેક યોનિઓનું ભ્રમણ છે. ઉપરાંત ભ્રાંતિ ચાલુ હોય ત્યાં સુધી મૃત્યુનો ભય છે. અજ્ઞાનકાળના અંત સુધી જ જીવાત્માને કર્મફળના ભોગનું ચક્ર છે, જન્મમૃત્યુના આંટાફેરા છે અને સુખદુ:ખનો સંસાર છે. જેમ સ્વપ્નની કાલ્પનિક દુનિયા કે સૂક્ષ્મભોગો જયાં સુધી જાગ્રતાવસ્થા આવતી નથી ત્યાં સુધી ટકે છે, તેમ જ્ઞાનરૂપી જાગૃતિ ન થાય ત્યાં સુધી જ જીવના સુખદુઃખની અજ્ઞાનમય સૃષ્ટિ ટકી રહે છે.
| (છંદ-અનુષ્ટ્રપ) अनादित्वमविद्यायाः कार्यस्यापि तथेष्यते । उत्पन्नायां तु विद्यायामाविद्यकमनाद्यपि ॥२००॥
प्रबोधे स्वप्नवत् सर्वं सहमूलं विनश्यति । अविद्यायाः = અવિદ્યાનું तथा
= તથા कार्यस्य अपि = (તેના) કાર્યનું (જીવનું) પણ સાવિત્વમ્ = અનાદિપણું
= સ્વીકારવામાં આવે છે.
= પરંતુ પ્રવોથે વનવત્ =જેમ જાગ્રત અવસ્થામાં સ્વપ્નનો નાશ થાય છે, તેમ ઉત્પન્નામાં વિદ્યાયામ્ = આત્માનું યથાર્થજ્ઞાન ઉત્પન્ન થતાં
इष्यते