________________
૩પ૯
निर्गुणस्य = નિર્ગુણ अक्रियस्य = ક્રિયા રહિત प्रत्यक् = સર્વની અંદર રહેલ बोधानन्दरूपस्य = જ્ઞાન અને આનંદસ્વરૂપ स्वस्य द्रष्टुः = પોતાની અંદર સાક્ષીરૂપે રહેલા આત્માને માન્ય યુદ્ધ = બુદ્ધિની (અંતઃકરણની) ભ્રાંતિ વડે પ્રાપ્ત:
= પ્રાપ્ત થયેલો जीवभावः = જીવભાવ न सत्यः = સત્ય નથી. સવસ્તુસ્વમાવત્ = (જીવભાવ) અવાસ્તવિક હોવાને લીધે मोहापाये = અજ્ઞાન દૂર થતાં न अस्ति = રહેતો નથી.
. શિષ્યને નિસંદેહ કરવાના પ્રયાસરૂપે પૂર્વેના વિચારનો જ વિસ્તાર કરતાં જણાવે છે કે, આત્મા તો સત્ત્વ, રજસ અને તમસ જેવા ગુણથી રહિત, અર્થાત્ માયાતીત, સર્વનો સાક્ષી અને કોઈ પણ કર્મ કે કિયારહિત, અક્રિય, સર્વવ્યાપક તથા જ્ઞાનસ્વરૂપ છે. આવા સત-ચિત-આનંદસ્વરૂપ આત્માને (EXISTENCE-CONSCIOUSNESS - BLISS) H131 Gild &l 21 g Oana પ્રાપ્ત થયો છે. આત્મા કંઈ દશ્ય કે શેય વસ્તુ નથી અને તે કદાપિ પ્રત્યક્ષ થઈ - શકે નહિ. આત્મા તો દેશ-કાળ અને વસ્તુગત મર્યાદાથી મુક્ત છે. જ્યારે દેહને તો દેશ-કાળ અને વસ્તુનું બંધન છે. પરંતુ જે ક્ષણે જીવાત્માનું આત્મ-અજ્ઞાન (SELF-IGNORANCE) દૂર થઈ જશે તે ક્ષણે જ તેને આત્મ-સાક્ષાત્કાર થઈ શકે તેમ છે. મુક્તિ કે મોક્ષ કંઈ કર્મ દ્વારા પેદા કરવાની વસ્તુ નથી. પરંતુ “પ્રાપ્તસ્ય પ્રાપ્તિ’ હોઈ અજ્ઞાન દૂર થતાં સહજ અનુભવાય છે. આ ઉપરથી સમજાય છે કે જેમ મુક્તિ મર્યાદિત દેશ અને કાળમાં કરેલા પ્રયત્નથી પેદા ન થાય તેમ જીવભાવની નિવૃત્તિ દેશકાળમાં કરેલા કોઈ પણ કર્મથી થઈ શકે નહીં. અવિવેક કે અજ્ઞાનની નિવૃત્તિ થાય તો જ જીવભાવની નિવૃત્તિ થઈ શકે અને આવી જીવભાવની નિવૃત્તિને જ બ્રહ્મભાવની પ્રાપ્તિ કે