________________
૩૫૮
(છંદ-અનુષ્ટ્રપ) भ्रान्तिं विना त्वसंगस्य निष्क्रियस्य निराकृतेः ।
न घटेतार्थसंबंधो नभसो नीलतादिवत् ॥१६७॥ નમ: = આકાશનો નિરઃિ = આકાર રહિત નિીતાવિત્ = જેમ વાદળી રંગની સાથે | (આત્માનો)
| (સંબંધ શક્ય નથી.) મર્થસંવંધઃ = કોઈ પણ પદાર્થો સંસ્ય = (તેમ) અસંગ
સાથેનો સંબંધ નિયસ્ય = નિષ્ક્રિય, અને શાન્તિ વિના તુ= ભ્રમ વગર તો
ન ત , = હોઈ શકે નહીં.
શિષ્યની શંકાના સમાધાનાર્થે ગુરુ સમજાવે છે કે, જેમ આકાશને વાદળી રંગનો સંગ કે સ્પર્શ નથી, છતાં આકાશમાં તેવો રંગ દેખાય છે તે આકાશ જોડે વાદળી રંગનો માત્ર ભ્રાંતિરૂપી સંબંધ જ છે. વાસ્તવમાં આકાશ અસંગ છે. નથી તે વાદળી કે નથી તેને તેવા રંગનો સંગ. તે જ પ્રમાણે આત્મા પણ ક્રિયા કે કર્મ, આકાર કે આકૃતિ, જન્મ કે વિકાર વગરનો છે. તેને ક્રિયા, . કર્મ કે આકાર સાથે સંગ, સ્પર્શ વગેરે કંઈ જ નથી. માત્ર ભાંતિથી જ તે કર્મ કરતો, ભોગ કરતો અને સાકાર જણાય છે. તદુપરાંત સંબંધ રહિત અને નિર્લેપ હોવા છતાં આત્માને પદાર્થો સાથે સંબંધ અને વિષયો સાથે ભોગ થતો હોય તેવું જણાય છે. તે સર્વ કાંઈ નરી ભ્રાંતિ છે. માટે હે શિષ્ય ! “ભ્રમ અને અસંગ બ્રહ્મ વચ્ચેનો ભેદ વિવેકબુદ્ધિથી સમજી ભ્રાંતિ દૂર કર.”
(છંદ-શાલિની) स्वस्य द्रष्टुर्निर्गुणस्याक्रियस्य
प्रत्यग्बोधानन्दरूपस्य बुद्धेः । भ्रान्त्या प्राप्तो जीवभावो न सत्यो
मोहापाये नास्त्यवस्तुस्वभावात् ॥१६८॥