________________
૩૪૬
સ્થિર કરી શકશે.
- ઉપરોક્ત વર્ણવાયેલો મનોમયકોશ, આદિ અને અંતવાળો છે. મનનો જાગ્રત અને સ્વપ્નકાળે ઉદય અને સુષુપ્તિમાં અસ્ત ખૂબ જાણીતો છે તેથી ઉદય કે આદિવાળું તથા અંત કે અસ્ત જેવા ધર્મવાળું મન કદાપિ અનાદિ કે અનંત આત્મતત્ત્વ હોઈ શકે નહીં. તે તો ઠીક, પરંતુ મન પરિવર્તન કે પરિણામવાળા સ્વભાવવાળું અને સુખદુઃખ જેવા વિકારવાળું તથા વિષયોનું સંગી છે જ્યારે આત્મા તો અવિકારી, અવિનાશી અને કોઈ પણ પ્રકારના પરિણામ કે પરિવર્તન વગરનો છે. ઉપરાંત આત્માને, મન જેવો નથી વિષયનો સંગ, નથી કર્તા-ભોક્તાનો સાથ, માટે તે અસંગી છે. આત્મા જાગ્રત, સ્વપ્ન કે સુષુપ્તિ જેવી અવસ્થાનો દષ્ટા કે સાક્ષી છે જ્યારે મનોમયકોશ તો સાહ્ય, દશ્ય અને શેય છે. સર્વનો દૃષ્ટા આત્મા, કદી દેશ્ય થઈ શકે નહીં, એ ન્યાયે પણ તત્ત્વાર્થે એટલું જ યાદ રાખવું કે મનોમયકોશ કે મન કદી પણ આત્મા થઈ શકે નહીં કે બંધન કે મોક્ષ જેવા મનનાં ધર્મો પણ આત્માને લાગુ પડી શકે નહીં. આત્મા તો બંધનમોક્ષની સાપેક્ષતાથી મુક્ત, નિર્લેપ અને નિરપેક્ષ સત્ય છે.
| (છંદ-અનુષ્ટ્રપ) बुद्धिर्बुद्धीन्द्रियैः सार्धं सवृत्तिः कर्तृलक्षणः ।
विज्ञानमयकोशः स्यात् पुंसः संसारकारणम् ॥१८६॥ વૃદ્ધિ-ક્રિયેઃ = પાંચ જ્ઞાનેન્દ્રિયો सार्धम्
= સહિત सवृत्तिः = (અહંકારાદિ) વૃત્તિયુક્ત કુદ્ધિ
= બુદ્ધિ વિજ્ઞાનમયોગઃ ચાત્ = વિજ્ઞાનમયકોશ છે. कर्तृलक्षणः = “હું કર્તા છું', એવા લક્ષણવાળો એ
= જીવના संसारकारणम् = સંસારનું કારણ (છે.)