________________
૩૪૪
હસ્તગત થશે. આમ, જે કોઈ મનને શુદ્ધ કરી શકે છે અને સમજી શકે છે કે શુદ્ધ મન એ આત્માથી અભિન્ન છે અને તેવું પવિત્ર થયેલું, વાસનામુક્ત થયેલું, આસક્તિરહિત થયેલું, ઉપરાંત વિષયભ્રમણથી થંભી ગયેલું મન જ મનુષ્યનું મિત્ર છે. તેવી મૈત્રી કલ્યાણકારી અને પરમ શ્રેય પમાડનારી છે. જ્યારે અવિવેકી વિષયાસક્ત અને વાસનાસભર મન જ બંધનનો હેતુ છે તથા મનુષ્યમાત્રનો શત્રુ છે. તેમ હોવાથી વિચારકે, વિવેચકે કે શ્રદ્ધાવાન મુમુક્ષુએ કાં તો મનમાંથી વિષયાસક્તિ અને વાસના દૂર કરી મનને શુદ્ધ કરવું અગર આત્મજ્ઞાનની નિષ્ઠાવાન જ્ઞાનજ્યોતમાં મનનો બાધરૂપી નાશ કરવો. તેમ થતાં વિના વિલંબે તેવા સાધક કે અધિકારીને મુક્તિ હાથમાં રહેલા આમળાના ફળ જેમ સહજ અને સ્વાભાવિક જણાશે તે નિર્વિવાદ સત્ય છે.
| (છંદ-ઉપજાતિ) मोक्षैकसक्तया विषयेषु रागं
निर्मूल्य संन्यस्य च सर्वकर्म । सच्छ्रद्धया यः श्रवणादिनिष्ठो
रजः स्वभावं स धुनोति बुद्धेः ॥१८४॥
મોૌસત્તા = કેવળ મોક્ષની ઇચ્છા વડે विषयेषु
= (શબ્દાદિ) વિષયો પરના
= રાગને નિર્મૂળ કરી, સર્વવર્મ સંચ વ = સર્વ કર્મો ત્યજીને તથા सत् श्रद्धया = સન્શાસ્ત્રમાં શ્રદ્ધા વડે, श्रवणादिनिष्ठः = શ્રવણ આદિ કરવામાં લાગેલો છે, સઃ યુદ્ધઃ
= તે બુદ્ધિના નઃ સ્વભાવમ્ = રજોગુણી સ્વભાવને धुनोति ધોઈ નાંખે છે.