________________
૧૯
કારણ કે તે ભોગયોનીને પ્રાપ્ત થયો છે. સમય જતાં તે મરી જશે,ત્યારે આપણે કહીશું કે, તે મરી ગયો.” પરંતુ ખરેખર તે મરી નથી ગયો, એનાં પાપકર્મ પૂરાં થયાં એટલે એની યોની બદલાઈ ગઈ. આપણે સમજવાનું એટલું જ કે પશુયોની, દુષ્કૃત્યના ફળરૂપે મળેલી સજા ભોગવવાની ભોગયોની છે તેમ દેવયોની પુણ્યકર્મના સંચયનું સુખ ભોગવવાની ભોગયોની જ છે, માત્ર મનુષ્યયોની જ કર્મયોની છે. મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. માટે તે નરમાંથી નારાયણ થઈ શકવાની તાકાત ધરાવે છે, નરમાંથી દેવતા બની સ્વર્ગલોક પ્રાપ્ત કરવાનું તેનું સામર્થ્ય છે. વળી તેને સ્વતંત્રતા બક્ષવામાં આવી છે માટે ખરાબ કર્મ કરી, બુદ્ધિને ગેરમાર્ગે દોરી, પશુયોનીમાં પણ જઈ શકે તેમ છે. આવી સ્વતંત્રતા માત્ર મનુષ્યને જ આપવામાં આવી છે, માટે અહીં કહેવામાં આવ્યું છે કે, જૂનાં નર કુર્તમમ્ ! ' તતઃ પુર્વ કુર્તમમ્ |
“પુરુષપણું એનાથી પણ દુર્લભ છે. એનો અર્થ કદાપિ એવો ન થાય કે બહેનોને મોક્ષ પ્રાપ્ત ન થઈ શકે, પરમાત્મા પ્રાપ્ત ન થઈ શકે. જે લોકો આપણી પરંપરાથી પરિચિત ન હોય, જે લોકો શાસ્ત્રોનાં રહસ્યોને પામ્યાં ન હોય, તેઓ જ એવું કહી શકે કે સ્ત્રીને મોક્ષનો અધિકાર નથી. આવું કહેનાર ભલે કોઈ ધર્મધુરંધર કેમ ન હોય, છતાં એટલું સ્પષ્ટપણે કહેવું પડે કે તેમને તત્ત્વ સમજાયું નથી, તેમણે શાસ્ત્રનાં ઊંડાણને સ્પર્શ કર્યા વિના સમાજમાં માત્ર ભ્રાંતિ જ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.
“jત્વનું પ્રયોગ અત્રે જાતિના સંદર્ભમાં નથી. કોઈ પણ શાસ્ત્રમાં આત્મા પુલિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે, એવી વાત કહેવામાં આવી નથી. આત્માને ત્રણે જાતિ લાગુ પડે અથવા એક પણ જાતિ લાગુ પાડી શકાય નહીં. આમ હોવાથી અત્રે પુત્વમ્ શબ્દ દ્વારા પૌરુષત્વની વાત કરવામાં આવી છે. જેનામાં પૌરુષત્વ હોય તે મોક્ષમાર્ગનો અધિકારી છે. પુરુષનું શરીર હોય છતાં પૌરુષત્વ ન હોય તેવા કેટલાય હોય છે. માટે પૌરુષત્વ અર્થાત્ પુરુષ શરીર નહીં. શરીર પુરુષનું હોય કે સ્ત્રીનું, પણ જેનામાં ખુમારી