________________
संसृतिः अध्यासदोषात्
अध्यासबन्धः
तु
अमुना एव
कल्पितः
अविवेकिनः
जन्मादिदुःखस्य
=
एतत् निदानम्
=
પણ
= આ મન દ્વારા જ
કલ્પાયેલું છે. રનઃ-તમઃ-તોષવતઃ - રજોગુણ અને તમોગુણરૂપ દોષવાળા
=
વિવેકહીનના
=
=
=
૩૪૨
સંસારની પ્રાપ્તિ
અધ્યાસરૂપી દોષને લીધે (થાય છે.)
અધ્યાસરૂપી બન્ધન
=
જન્મ, મરણવગેરે દુઃખનું
= આ (મન જ)
મૂળ છે.
આત્મા નિર્ભ્રાત, શુદ્ધ, બુદ્ધ, સદામુક્ત અને અસંસારી હોવા છતાં, અધ્યાસ કે ભ્રાંતિના સંગથી જ તેને સંસારરૂપી દોષ લાગુ પડે છે અને તે પોતાને સંસારી માનવા લાગે છે. વાસ્તવમાં જો સંસાર જ આત્મા પર આરોપ કે મનોકલ્પિત હોય તો સંસારી કેવો? અને તેમાં પણ સંસારી સત્ય છે એ તો ભ્રાંતિની પરાકાષ્ઠા છે. આમ છતાં, જે અસંગ આત્મામાં સંસાર કે સંસારી નથી તે આત્માને સંસારી કે સંસાર દ્વારા બદ્ધ માનવો, તેને જ અધ્યાસ કહેવાય છે. અગર અસંગ નિર્લેપ આત્મા ઉપર સંસારીપણાનો, દેહપણાનો કે સરૂપતાનો મિથ્યા આરોપ કરવો તેને પણ અધ્યાસ કહી શકાય. આમ, અધ્યાસદોષ કે અજ્ઞાનજન્ય ભ્રાંતિથી જન્મેલા બંધનને મનની કલ્પના કહેવામાં આવે છે. આવું બંધન વાસ્તવમાં છે નહીં, છતાં જે કોઈ અવિવેકી, રજોગુણ અને તમોગુણના દોષોથી દબાયેલો છે તેને જ લાગુ પડે છે અને તેવો અજ્ઞાની જ સુખદુઃખના સંસારમાં પડે છે.
(છંદ-અનુષ્ટુપ)
अतः प्राहुर्मनोऽविद्यां पण्डितास्तत्त्वदर्शिनः । येनैव भ्राम्यते विश्वं वायुनेवाभ्रमण्डलम् ॥१८२॥