________________
૩૩૯
મન:
= મન स्थूलात्मना
= ધૂળરૂપે (જાગ્રત અવસ્થામાં) અને सूक्ष्मतया च
= સૂક્ષ્મરૂપે (સ્વપ્નાવસ્થામાં) મોg:
= ભોક્તાના (સુખ માટે) અશેષા વિષયોનું = સમગ્ર વિષયોને શરીર-વાશ્રમગાતિ-ભેવાનું = શરીર, વર્ણાશ્રમ અને જાતિના ભેદોને, ગુખ-શિયા-દેતુ-નાનિ = (અને)ગુણ, ક્રિયા, કારણ તથા ફળો વગેરેને नित्यम्
= નિરન્તર प्रसूते
= પેદા કરે છે. જેને આત્મતત્ત્વનો સ્પર્શ છે, શાસ્ત્ર કે ગુરુકૃપાએ જેને આત્માના એકત્વનું દર્શન થયું છે, સૂક્ષ્મબુદ્ધિ કે અંતઃકરણ શુદ્ધિના બળે જે આત્માના અખંડત્વને જાણી ચૂક્યો છે કે પૂર્વના પ્રબળ સંસ્કારને લીધે આ જન્મે જે કોઈ સાધનચતુષ્ટય સંપન્ન અધિકારી બની ચૂક્યો છે તેવા સૌ, નિઃસંદેહ જાણે છે કે પરબ્રહ્મ એક જ સત્ય અને અખંડ છે અને તેનાથી વિપરીત, અતિરિક્ત સર્વ કાંઈ મિથ્યા છે. “હીં સત્ય નાન્નિધ્યા નીવો કહૈવ નાપર: ” “બ્રહ્મ સત્ય છે અને જગત મિથ્યા છે. જીવ બ્રહ્મ જ છે. તેનાથી અન્ય કે જુદો નથી” “ વસ્તુ નિત્યં બ્રહ્મ તત્ વ્યતિરિક્ત સર્વનિત્યનિતિ ” “એક બ્રહ્મ જ નિત્ય છે, તેનાથી વ્યતિરિક્ત કે અન્ય સર્વ કાંઈ અનિત્ય છે.” “વમેવાતીય ગ્રા” “બ્રહ્મ એક અને અદ્વિતીય જ છે.” આમ, જ્ઞાનવૃદ્ધ કે સર્વ તત્ત્વવેત્તાઓનો, અનંત શ્રુતિઓનો નિષ્કર્ષ છે કે, જગતમાં ભેદ તો છે જ નહીં, અનેકતા હોઈ શકે જ નહીં, નાનાત્વનો તો સંભવ જ નથી છતાં અજ્ઞાનીને અજ્ઞાનકાળે દ્વતભ્રાંતિ, ભેદ કે અનેકતાનું દર્શન થાય છે. આવી જુદાઈ, અનેકતા કે ભેદનું સર્જન કરનાર અન્ય કોઈ નહીં પણ મન જ છે. એટલું જ સમજાવવા માટે શ્લોક જણાવે છે કે ઈન્દ્રિયોના વિષયો, શરીર, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર જેવા વર્ણભેદ, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસ જેવા આશ્રમભેદ, અંડજ, સ્વદજ, જરાયુજ અને ઉભિન્ન જેવા ઉત્પત્તિના ભેદ; આસક્તિ, અનાસક્તિ, રાગ-વિરાગ વગેરે જેવા ગુણભેદ, લૌકિક, વૈદિક કે નિત્ય અને કામ્ય જેવા