________________
चरति
अत्र
ये
मनः नाम
महाव्याघ्रः
વિષયાગ્યમૂમિનુ= (શબ્દાદિ) વિષયોરૂપી અરણ્યની ભૂમિઓમાં = ફર્યા કરે છે (માટે)
અહીં
=
=
=
=
૩૩૮
‘‘મન’’ નામનો
મોટો વાઘ
જે
मुमुक्षवः साधवः = મોક્ષની ઇચ્છાવાળા સજ્જનો છે (તેઓએ ત્યાં) ન જવું (જોઈએ).
न गच्छन्तु
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા વિષયોની આસક્તિમાં મન બંધાય છે માટે જ મન બંધનનો અનુભવ કરે છે. વિષયરાગમાં કે ભૌતિકપદાર્થો પ્રત્યેના કામમાં ભટકવા છતાં કયાંય અવિનાશી રામ જણાતો નથી. પરંતુ વિષયભ્રમણમાં માત્ર માટી અને રાખ જ મળે છે અને તેથી અલ્પ સુખનું કે મોટા દુ:ખનું મેદાન જ હસ્તગત થાય છે. સુખી-દુઃખી કરનારા મેદાનમાં વિહાર કરતા મુક્તિ તો નહિ પણ વિનાશને માર્ગે જ પ્રયાણ થાય છે માટે વિષયભ્રમણને શ્લોકમાં વનવિહાર જણાવ્યો છે. તેવા અરણ્ય કે વનમાં વિષયોરૂપી હિંસક પ્રાણીઓએ આતંક ફેલાવેલો છે. ભયભીત ક૨ના૨ા આવા પ્રાણીઓને મનની ઉપમા આપી મુમુક્ષુને સાવચેત કરવામાં આવે છે કે વિષયવનમાં મનરૂપી વાઘ મુમુક્ષુના શિકારાર્થે ફર્યા કરતો હોવાથી, તેવા વનમાં જવું નહીં અને વિષયો કે મનના પ્રહા૨થી બચી આત્મવિચારને પંથે પ્રયાણ કરવું જ ઇષ્ટ સમજવું.
(છંદ-ઉપજાતિ)
मनः प्रसूते विषयानशेषान्
स्थूलात्मना सूक्ष्मतया च भोक्तुः ।
शरीरवर्णाश्रमजातिभेदान्
गुणक्रियाहेतुफलानि नित्यम् ॥१७६॥