________________
૩૩૦
આ ઉપરથી સ્પષ્ટ જ છે કે મન પોતાની અસત, મિથ્યા કે ભ્રાંતિરૂપી કલ્પના દ્વારા વિષયોમાં રાગ ઉત્પન્ન કરી વ્યક્તિને બંધનમાં નાંખે છે. વાસ્તવમાં જે કોઈ વિષયના બંધનનો બંધાણી બને છે તે પરમાત્મામાં આસક્ત થઈ શકતો નથી. પરંતુ જેમ વાયુ મેઘસમૂહથી વાદળોને મુક્ત કરે છે, તે જ પ્રમાણે મન જો સત્સંગી બને, સદ્ગુરુની કૃપાના સહારે સશિષ્ય બને, શમ, દમ, જેવી ષટ્સપત્તિને સગુણરૂપી અલંકાર માની તેનાથી અલંકૃત થાય અને વૈરાગ્યવાન થાય તો તે વિષયાસક્તિમાંથી છૂટી શકે અને મુમુક્ષુને વિષયાસક્તિરૂપી બંધનથી છોડાવી પણ શકે. આમ વિચારતાં સ્પષ્ટ જ છે કે વિષયોની આસક્તિ કે રાગમાંથી મનને મુક્ત કરવું, તે જ મુક્તિ છે. જયાં સુધી વિષયાસક્તિના ' બંધનમાંથી મનુષ્ય મુક્ત થતો નથી ત્યાં સુધી તેનું વિષયભ્રમણ અટકતું નથી, તેના મનની ચંચળતા ઓછી થતી નથી, તેનો માનસિક વિક્ષેપ ઘટતો નથી અને તે પરમાત્માનું સ્મરણ, ચિંતન કે સ્વરૂપસંશોધન કરવા મનને એકાગ્ર કરી શકતો નથી તેથી મુક્તિ પણ મેળવી શકતો નથી. પરંતુ વિવેક-વૈરાગ્યના બળે મન જો વિષયાસક્તિના બંધનમાંથી છૂટી શકે, તો તે પોતે મુક્ત થઈ શકે અને તેવું મુક્ત મન જ મુમુક્ષુને બંધનની ભ્રાંતિથી છોડાવી શકે. માટે જ અત્રે કહ્યું છે કે મન એ જ બંધન અને મોક્ષનું કારણ છે અગર બંધન તથા મોક્ષ મનની જ કલ્પના છે. ઉપનિષદોએ પણ આ જ નિષ્કર્ષ આપ્યો છે. "मन एव मनुष्याणां कारणं बंध मोक्षयोः । વંધાય વિષયાવર મુનિર્વિવયં મૃતમ્ I” (બ્રહ્મબિંદુ ઉપનિષદ-૨)
“મનુષ્યોને માટે મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મનુષ્ય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જેવા ઇન્દ્રિયોના વિષયોમાં મન દ્વારા ઊભી કરાયેલી આસક્તિ કે રાગ દ્વારા જ બંધનમાં પડે છે અને તેવા વિષયોમાં અનાસક્ત થયેલો જ બંધનથી છૂટી મુક્તિને પ્રાપ્ત કરે છે. આ ઉપરથી સમજાય છે કે શ્લોકમાં જણાવેલો વિચાર શાસ્ત્રોક્ત અને શ્રુતિસંમત છે. એટલું જ નહીં પણ સામાન્ય જનની લૌકિક અનુભૂતિને પણ તે માન્ય જ છે. માટે હંમેશા મુમુક્ષુએ યાદ રાખવું કે બંધ અને મોક્ષ બન્ને મનની કલ્પના છે. બંધન કદી છૂટે નહીં તેવી ભ્રાંતિથી હંમેશા મુક્ત થવું. તેમજ મોક્ષ કોઈ