________________
૩૨૫
નથી ધૂળ કે સૂક્ષ્મ પદાર્થભોગનું ત્યાં ક્ષણિક સુખ માટે જ સુષુપ્તિકાળે નથી કોઈ પ્રકારનું બંધન કે નથી મુક્તિની અપેક્ષા કે આકાંક્ષા, નથી સ્વપ્નસૃષ્ટિના સુંવાળા પાત્રો કે નથી જાગ્રતના પ્રશ્નો. વળી નથી ત્યાં નિરાશા, નિષ્ફળતા કે હતાશાનો વંટોળ. આમ, જ્યાં જે કાળે થોડા સમય માટે મનની ક્રિયા કે કલ્પનાનો નાશ જણાય છે ત્યાં સકળ વિશ્વનો વિનાશ થયેલો થોડા સમય માટે અનુભવાય છે. માટે જ કહ્યું છે કે મનની તમામ કલ્પનાઓ, ભ્રાંતિઓ કે મમત્વરૂપી બંધનનો જ્યાં અભાવ છે ત્યાં સૃષ્ટિનો પણ અભાવ સર્જાય છે. મનના નાશમાં જ સ્થળ અને સૂક્ષ્મ સૃષ્ટિનો વિનાશ સમાયેલો છે. તસ્મિન विनष्टे सकलं विनष्टम् । ।
- ઉપરોક્ત વ્યાવહારિક અભિગમ ઉપરથી જ અલૌકિક અભિગમ માટે વિચારી શકાય કે જો મન ભવબંધ માટે કારણ છે, જો મન ભ્રાંતિરૂપી સૃષ્ટિ સર્જી, તેમાં રાગ-આસક્તિરૂપી બંધન પેદા કરી જીવના દુઃખનું કારણ છે, તો સ્પષ્ટ છે કે આત્મવિચારણા કે સ્વરૂપચિંતન દ્વારા, જો સતત આત્મચિંતન કે બ્રહ્મચિંતન કરવામાં આવે તો એવા પ્રબળ ચિંતનાગ્નિમાં મનનો બાધરૂપી નાશ થઈ શકે. તેવા મનના આત્યંતિક બાધમાં સકળ સૃષ્ટિનો કે ભવબંધનનો બાધરૂપી નાશ પણ સમાયેલો જ છે. આવા કલ્યાણકારી સંદેશને અભિપ્રેત કરવા માટે પણ પ્રસ્તુત શ્લોકનું સૂત્રાત્મક બોધજ્ઞાન યર્થાથ જ છે કે
तस्मिन् विनष्टे सकलं विनष्टम् । विजृम्भितेऽस्मिन् सकलं विजृम्भते ॥
| (છંદ-ઉપજાતિ) __ स्वप्नेऽर्थशून्ये सृजति स्वशक्तया
भोक्त्रादिविश्वं मन एव सर्वम् । तथापि जाग्रत्यपि नो विशेष
स्तत्सर्वमेतन्मनसो विजृम्भणम् ॥१७२॥ અર્થશૂ સ્વને – (સાચા) પદાર્થો રહિત સ્વપ્નાવસ્થામાં