________________
૧૭
તેની દુર્લભતા કે દુષ્માપ્યતાનો નિર્દેશ કરાયો છે.
શાસ્ત્રના દૃષ્ટિકોણથી વિચાર કરતાં પણ મનુષ્યજન્મની દુર્લભતા જણાય છે. આપણે જીવનના ચાર રસ્તા પર ઊભા છીએ. એક રસ્તો મોક્ષમાર્ગે જાય છે તથા અન્ય સ્વર્ગલોકમાં જાય છે. બીજો એક રસ્તો નરકમાં જાય છે અને ચોથો રસ્તો મનુષ્ય જેવી કર્મયોનીનો છે. ચાર રસ્તા પર ઊભેલા આપણે ચાર રસ્તામાંથી ગમે તે રસ્તો પસંદ કરવા સ્વતંત્ર છીએ. જેના જીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ હોય તે તો નિષ્કામ કર્મ ચિત્તશુદ્ધિ પ્રાપ્ત કરી જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન દ્વારા મોક્ષરૂપી પરમપદ મેળવે છે. જો પુણ્યકર્મનો સંચય કરીને સ્વર્ગના ભોગ ભોગવવા જવું હોય તો તેમાં પણ મનુષ્યની સ્વતંત્રતા છે તેવી જ રીતે ખરાબ કર્મો કરી અનાચાર, અનીતિ આદરી અવિવેકી પુરુષો જાણે અજાણે ભ્રષ્ટ બુદ્ધિયુક્ત થઈ નરક ગતિને પ્રાપ્ત થાય છે. ક્યાં જવું એ આપણી પોતાની પસંદગીનો વિષય છે. કોઇએ મોક્ષમાર્ગ પસંદ કર્યો હોય અને જ્ઞાનપ્રાપ્તિ પૂર્વે તેનું શરીર છૂટી જાય અને મોક્ષની ઇચ્છા બાકી રહી ગઈ હોય તો પુનઃ મનુષ્યયોનીમાં જ આવે છે. “જુવીનાં શ્રીમતાં ગળે યોગક્ષણોમનાથ | "(ભ.ગીતા. ૬-૪૧) “યોગભ્રષ્ટ પુરુષ પવિત્ર શ્રીમંતોના ઘરે જન્મે છે.” આટલી સ્પષ્ટતા પછી સમજવાનો પ્રયત્ન કરીએ કે એવું શા માટે કહ્યું છે કે મનુષ્યજન્મ દુર્લભ છે? મનુષ્યયોનીમાં જ જીવને એવી સ્વતંત્રતા આપવામાં આવી છે કે તે ઇચ્છે તે રસ્તે પ્રયાણ કરી શકે. અન્ય યોનીમાં રહેલા જીવાત્માને તેવી સ્વતંત્રતા નથી. પોતાના ઇષ્ટ અને અનિષ્ટનો વિચાર કરવાની વિવેકબુદ્ધિ, ભગવાને સર્વ પ્રાણીઓને આપી નથી કે જેથી અનિષ્ટને છોડી ઈષ્ટ તરફ પ્રગતિ કરી શકે. પ્રાણી નક્કી ન કરી શકે કે એણે જડ અને નાશવાન તરફ ન જતાં, ચેતન અને અવિનાશી તરફ જવું જોઈએ. માત્ર મનુષ્ય જ નક્કી કરી શકે તેમ છે કે વિનાશીને છોડી અવિનાશીની દિશામાં મારે જવું છે. માત્ર મનુષ્ય જ સ્વતંત્ર છે કર્મ કરવામાં, માટે જ મનુષ્યયોનીને કર્મયોની કહેવામાં આવે છે, બીજી કોઈ પણ મનુષ્યતર યોનીને કર્મયોની કહેવામાં આવતી નથી. મનુષ્યયોનીમાં જીવાત્મા કર્મ દ્વારા અત:કરણ શુદ્ધ કરી, જ્ઞાન સંપાદન કરીને જ્ઞાનનું ફળ મોક્ષ પ્રાપ્ત કરી શકે