________________
૩૧૮
પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન, ભેગા મળીને મનોમયકોશ રચાય છે. આ ‘હું અને મારું' એવા અહંભાવ કે મમભાવનો વિચાર કે કલ્પના, મનોમયકોશ દ્વારા થાય છે. તદુપરાંત, દેખાતા તમામ પદાર્થો કે વસ્તુઓ વચ્ચેનો ભેદ જાણવા માટે જુદા જુદા નામોની કલ્પના કરવી, એ પણ મનોમયકોશનું કાર્ય છે. આમ જોતાં, મન જ ભેદ સર્જી ભેદદષ્ટિ પેદા કરે છે અને વ્યક્તિને દૈતદષ્ટિ આપી રાગ-દ્વેષમાં નાંખે છે. તેથી અન્નમય અને પ્રાણમયકોશથી વધુ બળવાન અને બન્ને કોશને વશમાં રાખનારો આ મનોમયકોશ પ્રાણમયકોશની ભીતર અર્થાત્ તેનાથી સૂક્ષ્મ છે.
| (છંદ-ઉપજાતિ) पञ्चेन्द्रियैः पंचभिरेव होतृभिः
प्रचीयमानो विषयाज्यधारया । जाज्वल्यमानो बहुवासनेन्धनै
मनोमयाग्निर्दहति प्रपञ्चम् ॥१७०॥ पञ्चेन्द्रियैः = પાંચ જ્ઞાનેન્દ્રિયોરૂપી પુષ્યમિઃ ઇવ હોમિઃ = પાંચ હોમ કરનારાઓ વડે જ વિષયાખ્યધારયા . = શબ્દાદિ વિષયોરૂપી ઘીની ધારાથી प्रचीयमानः = સળગતો (અને) દિવાસના-ફુક્યુઃ = અનેક વાસનારૂપી બળતણથી નાગ્નજ્યમાનઃ = પ્રજવલિત થતો मनोमयः अग्निः = મનોમયકોશરૂપી અગ્નિ પ્રપુખ્ત વહતિ = સંસારને બાળે છે.
આ મનોમયકોશ જ વ્યક્તિમાં કામાગ્નિ, ક્રોધાગ્નિ અને વિષયાગ્નિ પ્રજવલિત કરી તેને નિત્ય બાળે છે, સતત ચિંતામુક્ત રાખે છે, અજંપો પેદા કરે છે અને ચિત્તની ચંચળતા વધારી સતત, નિરંતર વ્યક્તિને ક્રિયાશીલ રાખે છે. માટે જ મનોમયકોશને પ્રસ્તુત શ્લોકમાં અગ્નિની